બોટાદ જિલ્લામાં વસવાટ કરતાં પૂર્વ-સૈનિકો/શહીદ-દિવંગત સૈનિકોના પરિવારોનું સંમેલન યોજાયું - At This Time

બોટાદ જિલ્લામાં વસવાટ કરતાં પૂર્વ-સૈનિકો/શહીદ-દિવંગત સૈનિકોના પરિવારોનું સંમેલન યોજાયું


બોટાદ જિલ્લામાં વસવાટ કરતાં પૂર્વ-સૈનિકો/શહીદ-દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ અને તેમના પરિવારોનું સંમેલન યોજાયું હતું આ સંમેલનનું સ્વામી નારાયણ ગૂરૂકુળ, ગઢડા રોડ, બોટાદ ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તથા રાજ્ય સૈનિક બોર્ડ, ગુજરાત રાજ્ય તરફથી પૂર્વ-સૈનિકો/શહીદ-દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ તથા તેઓના આશ્રિતોને આપવામાં આવતી વિવિધ સહાયની જાણકારી આપવામાં આવી હતી આ સંમેલનમાં દેશભક્તિ ગીત તથા નાટક રજૂ કરવામાં આવ્યું હતું સંમેલનમાં બોટાદના ડેપ્યુટી કલેકટર રાજેશ્વરીબા ઝાલા, સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી વિશાલ શર્મા (નિવૃત્ત કર્નલ), સુરેન્દ્રનગર, માજી સૈનિક સેવા સંગઠનના પ્રમુખ, માધવ સ્વામી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image