ગીર સોમનાથમાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ: સુત્રાપાડામાં 7 કલાકમાં 12 ઈંચ વરસાદ, ગામો બેટમાં ફેરવાયા; નેશનલ હાઇવે પાણીમાં ગરકાવ - At This Time

ગીર સોમનાથમાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ: સુત્રાપાડામાં 7 કલાકમાં 12 ઈંચ વરસાદ, ગામો બેટમાં ફેરવાયા; નેશનલ હાઇવે પાણીમાં ગરકાવ


ગીર સોમનાથગુજરાતસૌરાષ્ટ્ર

ગીર સોમનાથમાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ: સુત્રાપાડામાં 7 કલાકમાં 12 ઈંચ વરસાદ, ગામો બેટમાં ફેરવાયા; નેશનલ હાઇવે પાણીમાં ગરકાવ

ગીર સોમનાથ: હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદ વરસી રહ્યો છે. બુધવારે સવારે છ વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન સૌથી વધારે વરસાદ ગીર-સોમનાથ જિલ્લામાં નોંધાયો છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં જાણે કે આભ ફાટ્યું હોય તેમ સાત કલાકમાં 12 ઈંટ જેટલો વરસાદ ખાબકી ગયો છે.
ગીર સોમનાથ જિલ્‍લામાં ગતરાત્રીથી મેઘરાજા ઓળઘોળ થયા હોય તેમ અનરાધાર હેત વરસાવનું શરૂ કર્યા બાદ સવાર સુધીમાં સાબલેધાર વરસાદ વરસાવી દેતા પાણી પાણી કરી દીધું હતું. ભારે વરસાદના પગલે વેરાવળ-કોડીનાર વચ્‍ચે પેઢાવાડા પાસે હાઇવેના કામ અંર્તગત કઢાયેલા રસ્તો પાણીમાં ગરકાવ થતાં વાહન વ્‍યવહાર ખોરવાઈ ગયો હતો.

મેઘરાજાએ સુત્રાપાડા શહેર-પંથકમાં ગતરાત્રીના અઢી વાગ્‍યા આસપાસ પધરામણી કર્યા બાદ સવારના 7.00 વાગ્‍યા સુધી અનરાધાર વરસાદ વરસ્‍યો હતો. ભારે વરસાદને પગલે શહેર-પંથકમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. ખેતરોમાં પાણી ભરાઇ જતા બેટમાં ફેરવાઇ ગયાનો નજારો જોવા મળતો હતો.

મટાણા ગામને જોડતા બ્રિજ ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્‍યવહાર અટકી ગયો હતો, સાથે જ ગામની અંદર રસ્‍તા-શેરીઓમાં નદી વહેતા ગ્રામજનો મુશ્‍કેલીમાં મુકાયા હતા.
 
તો વેરાવળ-કોડીનાર નેશનલ હાઇવે ઉપર મોરડીયા અને પેઢાવાડા ગામની વચ્‍ચે પુલનું કામ ચાલી રહ્યુ હોવાથી કાઢવામાં આવેલું ડાયવર્ઝન સોમત નદીમાં આવેલા પૂરના ધસમસતા પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. આ ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થતા વેરાવળ-કોડીનાર વચ્‍ચેનો વાહન વ્‍યવહાર ખોરવાઇ જવાની સાથે બંન્‍ને તરફ વાહનોની લાઇનો લાગી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.