જસદણમાં માતૃવંદના કાર્યક્રમ યોજાયો. 90 વર્ષીય લાભુમાં કોટડીયાનું પરિવાર દ્વારા સદેહ સન્માન કરાયું. - 90 વર્ષીય લાભુમાં ચોથી પેઢીના બાળકોને રમાડીને જીંદગીની મોજ માણે છે, કેબીનેટ મંત્રી કુવરજીભાઇ બાવળીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. - At This Time

જસદણમાં માતૃવંદના કાર્યક્રમ યોજાયો. 90 વર્ષીય લાભુમાં કોટડીયાનું પરિવાર દ્વારા સદેહ સન્માન કરાયું. – 90 વર્ષીય લાભુમાં ચોથી પેઢીના બાળકોને રમાડીને જીંદગીની મોજ માણે છે, કેબીનેટ મંત્રી કુવરજીભાઇ બાવળીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


જસદણમાં માતૃવંદના કાર્યક્રમ યોજાયો. 90 વર્ષીય લાભુમાં કોટડીયાનું પરિવાર દ્વારા સદેહ સન્માન કરાયું.
- 90 વર્ષીય લાભુમાં ચોથી પેઢીના બાળકોને રમાડીને જીંદગીની મોજ માણે છે, કેબીનેટ મંત્રી કુવરજીભાઇ બાવળીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

માં તૅ માં બીજા બધા વગના વા જેના પ્રેમ ને ક્યારેય પાખંડ ના નડે તેનું નામ “માં” અને જસદણનો કોટડીયા પરિવાર 90 વર્ષનાં માતૃશ્રી લાભુબેન કોટડીયા થકી આવા જ નિસ્વાર્થ અને વાત્સલ્યપૂર્ણ પ્રેમનો સાક્ષી રહ્યો છે. તેમના માતૃશ્રીના જીવનની 90 વર્ષની સફર, સમર્પણ અને સેવાને તથા માતાનાં વાત્સલ્યનાં શ્રેષ્ઠ અનુભવને ઉજવવા કોટડીયા પરિવાર દ્વારા "માતૃવંદના" કાર્યક્રમનું આયોજન જસદણ શહેરના આટકોટ રોડ પર આવેલ ગાયત્રી મંદિર પાસેના ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના અગ્રણીઓ સાથે ઉપસ્થિત રહી 90 વર્ષીય વડીલ લાભુમાંના આશીર્વાદ મેળવ્યા હતા. આ માતૃવંદના કાર્યક્રમમાં ઉપસ્થિત જસદણના ધારાસભ્ય અને સરકારના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, જસદણના નામાંકિત સર્જન ડો.દિપક રામાણી, દાનવીર રૂડાભાઈ ભગત, ભાજપના પીઢ આગેવાન ધીરૂભાઈ ભાયાણી પાટીદાર ભવનના પ્રણૅતા દીનૅશભાઇ બાભણીયા ભરતભાઇ છાયાણી સહિતના આગેવાનોએ 90 વર્ષીય લાભુમાંને સારાં આરોગ્ય માટે શુભકામના પાઠવી હતી અને આવા શ્રેષ્ઠ કાર્યક્રમ બદલ કોટડીયા પરિવાર અભિનંદન પાઠવ્યા હતા. આ તકે 90 વર્ષીય લાભુમાંના સુપુત્રો લાલજીભાઈ, વલ્લભભાઈ, મનસુખભાઈ, દિનેશભાઈ અને અન્ય સદસ્યોએ પરિવારના મોભી લાભુમાંના સાદર પ્રણામ કરી માતૃવંદના કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. વિવિધ પ્રસંગોથી ગુંથાયેલા આ અવસરે કોટડીયા પરિવારના તમામ પરીવારજનો, સગા સ્નેહીઓ, મિત્રો, પરિચિતો સહિતના આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને લાભુમાંને ઘણું જીવોની શુભકામના પાઠવી હતી.

રિપોર્ટ નરૅશ ચૉહલીયા જસદણ
મૉ 9662480148


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.