ચોટીલા ચામુંડા માતાજી ટ્રસ્ટ દ્વારા દિવાળી તહેવાર નિમિત્તે દર્શનના સમયમાં ફેરફાર કરાયા. - At This Time

ચોટીલા ચામુંડા માતાજી ટ્રસ્ટ દ્વારા દિવાળી તહેવાર નિમિત્તે દર્શનના સમયમાં ફેરફાર કરાયા.


સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકા પંચાળ પાવન ભૂમિ પર આવેલું ચામુંડા માતાજી નુ મંદીર આખા વિશ્વમાં પ્રખ્યાત છે.આ ધાર્મિક સ્થળમાં ચામુંડ માતાજીના દર્શન કરવા દૂર દૂરથી લોકો લાખો ની સંખ્યા માં આવે છે.જયારે આ વખતે ચોટીલા મંદિરમાં, ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા દિવાળી, બેસતા વર્ષ,લાભ પાંચમ વગેરે તહેવાર નિમિત્તે સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે.જયારે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે તા, 13/11/2023 થી 18/11/2023 સુધી પગથિયાં નો દ્વાર વહેલી સવારે 4 વાગ્યે ખુલશે અને સવારે આરતી નો સમય 4:30 નો રહેશે.તેમજ કાર્તિકી પૂનમે 27/11/2023 નાં રોજ વહેલી સવારે 2:30 વાગ્યે દ્વાર ખુલશે અને આરતી સમય વહેલી સવારે 3 વાગ્યે થશે.સાથે સાથે મંદિરના ભોજનાલયમાં પ્રસાદ રાબેતા મુજબ ચાલુ રહેશે.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા
બિઝનેસ પાર્ટનર,, રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.