ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ ભાઈ વસાવાના હસ્તે ઝઘડિયા અને નેત્રંગ તાલુકાના વર્ષો જુના ૧૬ જેટલા માર્ગોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું
છેલ્લા ૫ દાયકા વિકાસ ઝંખતા ઝઘડિયા તાલુકાના જેશપોર દરિયા,નાના અણધરા,મોરણ,વાસણા રોડ અને ધારોલી આમબોસ કોયલીવાવ મોટામાલપોર રોડ સહીત નેત્રંગ તાલુકાના કુલ ૧૬ જેટલા માર્ગો અત્યંત બિસ્માર બની ગયા હતા આ માર્ગોના નવીનીકરણ માટે ધારાસભ્ય રીતેશ વસાવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી જે રજૂઆતને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ઝઘડિયા તાલુકાના ૨ અને નેત્રંગ તાલુકાના ૧૪ મળી કુલ ૧૬ માર્ગો માટે ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે.જે માર્ગોનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે હિંદુ વિધિ અનુસાર ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.આ માર્ગોમાં ઝઘડિયા તાલુકાના જેશપોર દરિયા,નાના અણધરા,મોરણ,વાસણા રોડ અને ધારોલી આમબોસ કોયલીવાવ મોટામાલપોર રોડ,મોરિયાણાથી કાળી કંપની બોડેલી રોડ,મારિયાણા એપ્રોચ રોડ,નેત્રંગથી કેલ્વીકુવા,દેબારથી કાકરાપાડા રોડ અને ધોલેખામથી દેબાર રોડ,કુકડાકોતર એપ્રોચ રોડ,કાટીપાડાથી ટીમલા શણકોઈ રોડ સહીત ૧૬ જેટલા માર્ગોનો સમાવેશ થાય છે.જે માર્ગોનું ટૂંક સમયમાં કામ શરુ થશે અને વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
પ્રતિક પ્રજાપતિ નેત્રંગ
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.