“ શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુર ધામ “ - At This Time

“ શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુર ધામ “


શતામૃત મહોત્સવ અંતર્ગત આજના નવા વર્ષના પ્રારંભે શ્રી કષ્ટભંજનદેવ દાદાને સુવર્ણના શણગાર ધરાવવામાં આવ્યા એવં સિંહાસનને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવેલ તથા દાદાના મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યુ હતું તેમજ રાજોપચાર પૂજા દ્વારા દરેક ભક્તોના જીવનમાં યશ-કીર્તિ, સુખ,શાંતિ માટે શાસ્ત્રી હરિપ્રકાશદાસજી તથા સૌ સંતોએ પ્રાર્થના કરી હતી
નવા વર્ષે ગુલાબી ઠંડીનું આગમન પણ આપણા સૌ માટે આશીર્વાદ રૂપ બન્યું છે. ત્યારે ભક્તોની ભીડ પણ સૌને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા હતા. દેશ-વિદેશથી હજારો ભક્તોની ભીડ સવારના 5 વાગ્યાથી લાઈનો લાગી હતી દાદાના દરબારમાં ભક્તો શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને વંદન પાઠવવા હિલોળે ચડ્યા હતા
શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી સુવર્ણ વાઘા
શ્રીકષ્ટભંજન દેવના આ વાઘામાં 8 કિલો સોનાનો ઉપયોગ થયો છે. આ વાઘાની કુલ કિંમત રૂપિયા 6.50 કરોડ છે આ વાઘા બનાવવા માટે 22 ડિઝાઇનર્સની ટીમ અપોઈન્ટ કરવામાં આવી હતી આ વાઘાનું મુખ્ય કામ અંજારના હિતેષભાઈ સોનીએ કર્યું છે આ ઉપરાંત કેટલુંક કામ રાજકોટ અને જયપુરમાં પણ કરાવવામાં આવ્યું છે. આ વાઘા બનાવવા માટે ડિઝાઇનર્સ સહિત 100 જેટલા સોનીઓની મદદ લેવાઈ હતી આ લોકોએ 1050 કલાકની મહેનત બાદ દાદાના આ વાઘા તૈયાર કર્યા હતા. આ વાઘાને સંપૂર્ણ તૈયાર થવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો હજારો હરિભક્તોએ દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.