બરવાળા તાલુકામાં ભીમનાથ ગામ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારના અધ્યક્ષ સ્થાને પશુપાલન શિબિર યોજાઈ
પશુપાલકો પશુપાલન વિભાગની યોજનાકીય તેમજ નવીન ટેક્નોલોજી અંગે માહિતગાર થઈ શકે તે માટે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાયું
પશુપાલકો પશુપાલન વિભાગની યોજનાકીય માહિતી મેળવી શકે તેમજ નવીન ટેક્નોલોજી અંગે માર્ગદર્શન મેળવી શકે તેવા આશયથી બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં ભીમનાથ ગામ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારના અધ્યક્ષ સ્થાને પશુપાલન શિબિર યોજાઈ હતી આ શિબિરમાં તજજ્ઞો દ્વારા આદર્શ પશુપાલન, સ્વચ્છ દૂધ ઉત્પાદન, પશુ આરોગ્ય, પશુપાલન યોજનાઓ સહિત વિવિધ વિષયો પર પશુપાલકોને માહિતી આપવામાં આવી હતી આ તકે અગ્રણી પાલજીભાઈ પરમારે પશુપાલકો સાથે સંવાદ સાધી તેમને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માર્ગદર્શિત કરાયા હતા શિબિરનું આયોજન પશુ ચિકિત્સા અધિકારી, બરવાળા એચ.બી.જોષી દ્વારા કરાયું હતું. આ અવસરે બોટાદ જિલ્લા પશુપાલન અધિકારીડો. આર.જી.માળી, બરવાળા તાલુકા પંતાયતના ઉપપ્રમુખ, ભીમનાથ ગામના સરપંચ, ડો.તરકેસા ના.પ. નિ.ICDP, તથા પશુપાલન વિભાગના અધિકારીઓ અને કર્મચારી તેમજ મોટી સંખ્યામાં પશુપાલક ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.