WORLD SPARROW DAY ની માંગરોળ માં સંજીવની નેચર ફાઉન્ડેશન માંગરોળ દ્વારા ગૌ શાળા ગૌ રક્ષકો અને પર્યાવરણ રક્ષકો ના સન્માન દ્વારા ઉજવણી - At This Time

WORLD SPARROW DAY ની માંગરોળ માં સંજીવની નેચર ફાઉન્ડેશન માંગરોળ દ્વારા ગૌ શાળા ગૌ રક્ષકો અને પર્યાવરણ રક્ષકો ના સન્માન દ્વારા ઉજવણી


માંગરોળ
તા.25/03/2023

સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા વિશ્વ ચકલી દિવસ (WORLD SPARROW DAY) નિમિત્તે માંગરોળ તાલુકા ની ગૌ શાળાઓ ગૌ રક્ષકો ગૌ સેવા હોસ્પિટલ અને લંપી સમયે સેવારત લોકો નું સન્માન કરવા નું સુંદર આયોજન થયું

માંગરોળ માં છેલ્લા ઘણા વર્ષો થી જીવદયા અને પર્યાવરણ રક્ષા નું કામ સંજીવની નેચર ફાઉન્ડેશન જે નરેશ બાપુ ના માર્ગદર્શન અને અતૂટ પુરુષાર્થ થી ચાલી રહ્યું છે પર્યાવરણ એ માનવ જીવન ના અસ્તિત્વ માટે એક ગંભીર પ્રશ્ન છે પર્યાવરણ જાગૃતિ અને પર્યાવરણ ની રક્ષા માટે સતત પ્રયત્નશીલ આ સંગઠન યાયાવર પક્ષી કુંજ ના શિકાર ને અટકાવવા માટે તેમજ એમના શિકારીઓ ને સખત સજા મળે,તેમજ પ્રકૃતિ ના સ્તભ સમાં વૃક્ષો નું જતન અને સંવર્ધન ઘાયલ બીમાર પશુ પક્ષી ની સારવાર જેવા ઉમદા હેતુ સાથે સંગઠન સતત કાર્યરત છે.
નરેશભાઈ ગોસ્વામી,નિલેશભાઈ રાજપરા,મેહુલ ભાઈ વૈષ્ણવ,જ્યેશ ભાઈ માલમ,સાવનભાઈ સિંધવા અને સમગ્ર ટિમ આ કાર્ય સાથે તન મન ધન થી જોડાયેલા છે

આજ રોજ મુરલીધર વાળી માં સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા ચકલી દિવસ ની ઉજવણી કરવા માં આવી જે અનુસંધાને માંગરોળ તાલુકા ની તમામ ગૌ શાળા,લંપી વખતે સેવારત સેવાભાવીઓ,ગૌ હોસ્પિટલ ના સંચાલકો નું સન્માન કરવા માં આવ્યું.

કાર્યક્રમ માં માંગરોળ ના લોકપ્રિય ધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગઠિયા,જાણીતા ઉદ્યોગપતિ નારણભાઇ ખેતલપાર, ભારતીય જનતા પાર્ટી ના વેલજીભાઈ મસાની,શહેર ભાજપ પ્રમુખ લીનેશભાઈ સોમૈયા,ચોરવાડ પ્રમુખ મંથનભાઈ ડાભી,માર્કેટિંગ યાર્ડ ના ચેતનભાઈ કગરાણા, ચેમ્બર્સ ઓફ કોમર્સ ના હરીશભાઈ રૂપરેલીયા,મરિન કમાન્ડો DYSP શર્મા સાહેબ,RFO વાળા સાહેબ,ડો.શાંગાણી સાહેબ,ઉદ્યોગપતિ મેરામણ ભાઈ યાદવ,સેવાભાવી મનસુખભાઇ વૈષ્ણવ તેમજ પૂર્વ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર વનરાજસિંહ રાયજાદા સાહેબ,ખારવા સમાજ પ્રમુખ પરસોતમ ભાઈ,ગદરે મરીન ચોરવાડ,તેમજ સેવાભાવી પ્રફુલભાઇ નાંદોલા,શિવમ ચક્ષુદાન ના પ્રણેતા નાથાભાઇ નંદાણીયા, જાયન્ટ કલબ ના પંકજભાઇ રાજપરા,જીવન દીપ ના જમનદાસભાઈ વંદુર,મેઘજી ભાઈ હોદાર જોડાયેલા,કાર્યક્રમ નું સુંદર સંચાલન જાણીતા ઉદઘોષક રમેશભાઈ જોશી એ કરેલું

આ તકે ગૌ શાળાઓ ને વિશેષ શિલ્ડ મૂમેન્ટો અને પ્રમાણપત્ર નું વિતરણ કરવા માં આવેલું સાથે ઉસ્થિત તમામ શ્રોતાઓ ને પણ ચકલી ના માળા, પાણી ના પોટ નું નિઃશુલ્ક વિતરણ કરવા માં આવેલું

રિપોર્ટર
સુદીપ ગઢિયા-9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.