સાણંદમાં લાયન્સ કલબ દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું - At This Time

સાણંદમાં લાયન્સ કલબ દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું


અમદાવાદના સાણંદમાં લાયન્સ ક્લબ ઓફ સાણંદ 3233 b1 દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાયેલ
જેમાં લાયન્સ કલબ સાણંદના પ્રમુખ પરેશભાઈ રાવલ, ડીસ્ટ્રીકટના સ્પોર્ટ્સ ડાયરેક્ટ દિલાવરસિંહ વાઘેલા,મનુભાઈ કુબાવત,નીલકંઠસિંહ વાઘેલા,મહાવીરસિંહ પૂર્વ પ્રમુખો સાણંદ કલબના સર્વે સભ્યોએ સાઉથ બોપલ વિસ્તારમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ,જેમાં બ્લેક પેન્થર ટીમનો રોમાંચક વિજય થયો હતો ફાઈનલ મેચ ખુબ જ રોમાંચક બની હતી બન્ને ટીમો જબરજસ્ત પરફોર્મન્સ આપી રહી હતી અને છેલ્લે 2 બોલમાં 4 રન જોયતા હતા સીકસ મારી પેન્થર ટીમના બેસ્ટમેને રોમાંચક મેચ પોતાની ટીમને જીતાડી હતી. સાણંદ ખુબ જ સરસ સેવાની પ્રવુતિ કરતી સાણંદની કલબ આવી રીતે પોતાના હેલ્થ માટે પરસેવો પાડેલ અને ટીમમાં યંગ સાણંદના ડોકટરોએ પણ ભાગ લીધેલ. વિજેતા ટીમ,રનરઅપ ટીમ,ચારેય મેચમાં દરેક મેન ઓફ ધી મેચને ટ્રોફી આપી પ્રમુખએ સન્માનીત કરેલ.

*..✍🏻 એટ ધીસ ટાઈમ ન્યુઝ ફઝલખાન પઠાણ સાણંદ અમદાવાદ 📹..*


9904201386
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.