ત્રણ દાયકા પહેલા આતંકીઓએ બંધ કરાવ્યા હતા થીયેટર, હવે શ્રીનગરમાં મલ્ટીપ્લેક્સ ખુલ્લુ મુકાશે - At This Time

ત્રણ દાયકા પહેલા આતંકીઓએ બંધ કરાવ્યા હતા થીયેટર, હવે શ્રીનગરમાં મલ્ટીપ્લેક્સ ખુલ્લુ મુકાશે


નવી દિલ્હી,તા.13 ઓગસ્ટ 2022,શનિવારએક સમય એવો હતો જ્યારે કાશ્મીરમાં આતંકવાદના કારણે તમામ થીયેટરો બંધ થઈ ગયા હતા.આતંકીઓએ ફિલ્મોને ઈસ્લામની વિરૂધ્ધ ગણાવીને 32 વર્ષ પહેલા થીયેટરોને તાળા મરાવી દીધા હતા. જોકે કલમ 370 હટ્યા બાદ હવે કાશ્મીરમાં બદલાવની લહેર જોવા મળી રહી છે.જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં પહેલુ મલ્ટીપ્લેક્સ બની ગયુ છે અને બહુ જલ્દી તે લોકો માટે ખુલ્લુ મુકાશે. મલ્ટીપ્લેક્સના સંચાલક વિકાસ ધરનુ કહેવુ છે કે, આ મલ્ટી પ્લેક્સમાં ત્રણ સ્ક્રીન હશે અને 520 લોકો એક સાથે બેસીને ફિલ્મ જોઈ શકશે.તેમાં ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ લગાડાઈ છે અને સાથે એક ફૂડ કોર્ટ પણ બનાવાયુ છે. દર્શકોને આ ફૂડ કોર્ટમાં સ્થાનિક વાનગીઓનો આનંદ માણવા મળશે. સાથે સાથે લોકો ફિલ્મ જોતા જોતા પોપકોર્ન અને કોલ્ડ ડ્રિન્ક સિવાય બીજી વાનગીઓનો સ્વાદ પણ લઈ શકશે.ત્રણ દાયકા પહેલા શ્રીનગરના જાણીતા પેલેડિયમ સિનેમાને આગ લગાવી દેવાઈ હતી અને એ પછી ઘણા થીયેટર બંધ થઈ ગયા હતા.જે સેના માટેના કેમ્પમાં ફેરવાઈ ગયા હતા.કેટલાકે તેને શોપિંગ મોલ અને હોસ્પિટલમાં ફેરવી નાંખ્યા હતા.1999માં ફારૂક અબ્દુલ્લાની સરકારે ફરી રોકડ સબસિડી આપીને થીયેટરો ખોલાવવાની કોશીશ કરી હતી અને જે થીયેટર ફરી શરૂ થયા હતા તે પૈકીના રીગલ અને નીલમ થીયેટરમાં આતંકીઓએ હેન્ડ ગ્રેનેડ ફેંક્યા હતા.નવુ મલ્ટીપ્લેક્સ ખોલી રહેલા વિકાસ ધરના પિતા વિજય ધરનુ કહેવુ છે કે, 1 જાન્યુઆરી,1990ના રોજ કાશ્મીરમાં અલગ અલગ સ્થળોએ 19 થીયેટરોને આતંકીઓે બંધ કરાવી દીધા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.