વિજયનગર પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ - At This Time

વિજયનગર પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ


વિજયનગર પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા પોલીસ મહાનીરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા શ્રી વિશાલકુમાર વાઘેલા , સાહેબ નાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સુચના જે અન્વયે શ્રી . એમ.ડી.ચંપાવત પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. નાઓના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. શ્રી એસ.જે.ચાવડા , એલ.સી.બી. તથા એ.એસ.આઇ. વિક્રમસિંહ તથા આ.હે.કો. સનતકુમાર તથા અ.પો.કો. અમરતભાઇ તથા અ.પો.કો. પ્રહર્ષકુમાર તથા આ.પો.કો વિજયભાઇ તથા આ.પો.કો પ્રકાશભાઇ તથા આ.પો.કો. અનિરૂધ્ધસિંહ તથા ડ્રા.પો.કો. કાળાજી વિગેરે એલ.સી.બી. સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં વિજયનગર પો.સ્ટે . વિસ્તારમાં હતાં દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે વિજયનગર પો.સ્ટે . માં મહિપાલ ઉર્ફે મહેન્દ્ર કમલચંદ લબાના રહે . આડીવલી રાવજીફળા , તા.ખેરવાડા , જી . ઉદેપુર રાજસ્થાનનાનો છેલ્લા એક વર્ષથી પ્રોહિબિશનના ગુન્હામાં પકડવાનો બાકી હોઇ અને તે હાલમાં વિજયનગર બી.એસ.એન.એલ. ત્રણ રસ્તા પર એક સફેદ કલરની ટીશર્ટ તથા ગ્રે જેવા કલરનુ પેન્ટ પહેરી ઉભેલ હોય જે બાતમી અધારે બાતમીવાળી જગ્યાએ જતાં ઉપરોક્ત બાતમી મુજબનો ઇસમ હાજર હોય સદર ઇસમનુ નામઠામ પુછતાં પોતાનું નામ મહિપાલ ઉર્ફે મહેન્દ્ર કમલચંદ લબાના રહે . આડીવલી રાવજીફળા , તા . ખેરવાડા , જી.ઉદેપુર રાજસ્થાનનો હોય સદર આરોપીને વિજયનગર પો.સ્ટે સી ગુ.ર.નં -૧૧૨૦૯૦૫૫૨૧૦૮૪૮ / ૨૦૨૧ પ્રોહી એકટ કલમ -૬૫ એ ઈ ૧૧૬ બી ૯૮ ( ૨ ) મુજબના ગુન્હાના કામે તા .૧૦ / ૦૯ / ૨૦૨૨ ના ક .૧૫ / ૦૦ વાગે મોજે વિજયનગર બી.એસ.એન.એલ. ત્રણ રસ્તા ખાતેથી સી.આર.પી. સી.કલમ ૪૧ ( ૧ ) ( આઇ ) મુજબ પકડી અટક કરી વિજયનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે .

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.