પોરબંદર મહિલા પોલીસ સ્ટેશન સી ટીમ દ્રારા મહિલા જાગૃતી અંગે અવેરનેસ કાર્યક્રમ યોજાયો - At This Time

પોરબંદર મહિલા પોલીસ સ્ટેશન સી ટીમ દ્રારા મહિલા જાગૃતી અંગે અવેરનેસ કાર્યક્રમ યોજાયો


રોડ સેફ્ટી ટ્રાફીક ડ્રાઇવ અંતર્ગત વાહન ચાલકોને ટ્રાફીકના નિયમોને લગત પત્રીકાઓ,વાહનોમા સ્ટીકરો લગાવી લોકોને જાગૃત કરી ટ્રાફીક નિયમોનુ પાલન કરવા જાણકારી.

ગોસા(ઘેડ) પોરબંદર તા.૨૭/૦૭/૨૦૨૩
સુરક્ષા સેતુ અંતર્ગત નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી જુનાગઢ રેન્જ જુનાગઢ નાઓ તથા ડો. રવિ મોહન સૈની સાહેબ પોલીસ અધિક્ષક‌શ્રી પોરબંદરનાઓની સુચના અને ડી.વાય.એસ.પી. શ્રી નિલમ ગોસ્વામી સાહેબ પોરબંદર શહેરનાઓના માર્ગદર્શન હેઠળ મહિલા સબંધી ગુન્હાઓનુ પ્રમાણ ઘટાડવા અને તેમજ ૧૮૧ હેલ્પ લાઇનનો ઉપયોગ કરવા અંગે પોરબંદર મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ સ્ટેશન ના પી.આઈ શ્રી આર.એમ.રાઠોડ સાહેબ નાઓ તથા મહિલા પોલીસ સ્ટાફ દ્વારા એસ.એસ.સી.કોલોની ભીમેસ્વર મહાદેવ મંદિર ની સામે મહિલા જગૃતી અંગે અવેરનેસ કાર્યક્રમ યોજાયો તેમજ મહિલાઓને ૧૮૧ હેલ્પ લાઇન બાબતે તેમજ ઘરેલુ હિંસાના બનાવ,મહિલાઓની છેડતીના બનાવને લગતા કોઇ પ્રશ્નો હોય તો તાત્કાલીક પોલીસનો સંપર્ક સાધવાનું જણાવવામાં આવેલ આ ઉપરાંત સાયબર ફ્રોડ, ઘરેલુ હિંસા, છેડતી તથા મહિલા/યુવતીને અત્યાચારને લગતી તમામ સમસ્યા અંગે કાયદાકીય માહિતી તેમજ કાનુની સહાય અને રક્ષણ કેવી રીતે મેળવી શકાય તે બાબતે જાણકારી પુરી પાડવામાં આવી હતી. મોબાઈલમાં કોઈ અજાણી વ્યક્તિ હેરાન કરે, બ્લેકમેઈલિંગ કરે તો ગભરાવવા ને બદલે તાત્કાલિક વડીલો ને અથવા પોલીસને જાણ કરી દેવી જોઈએ. મહિલા જગૃતી અંગે અવેરનેસ કાર્યક્રમ યોજાયો તેમજ રાજ્ય ભરમા ચાલી રહેલ રોડ સેફ્ટી ટ્રાફીક અવેરનેસ સબબ ટ્રાફીક ડ્રાઇવ અંતર્ગત મહિલા પોલીસ્ટેશન દ્વારા વાહન ચાલકોને ટ્રાફીક અવરેનેસ અને નિયમોને લગત પત્રીકાઓ આપી તેમજ વાહનોમા સ્ટીકરો લગાવી લોકોને જાગૃત કરવા તેમજ ટ્રાફીક નિયમોનુ પાલન કરવા જાણકારી આપવામા આવી.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.