ધંધુકા તાલુકાના વાસણા ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ રામજી મંદિર યુવક મંડળ દ્વાર પ્રારંભ - At This Time

ધંધુકા તાલુકાના વાસણા ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ રામજી મંદિર યુવક મંડળ દ્વાર પ્રારંભ


અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના વાસણા ગામે આજ રોજ શ્રી રામચંદ્ર ભગવાનની અસીમ કૃપાથી વાસણા ગામના આંગણે શ્રી રામજી મંદિરના જીર્ણોધ્ધાર નિમીત્તે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું શુભ આયોજન કરવામાં આવેલ આ ભાગવત સપ્તાહ જ્ઞાનગંગામાં કથા શ્રવણ કરવા આપસૌને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ રામજી મંદિર યુવક મંડળ વાસણા દ્વારા આયોજીત સાદર નિમંત્રણ પાઠવેલ.

શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પોથી યાત્રા સવંત ૨૦૦૯ના વૈશાખ સુદ ૧૪ ને ગુરૂવાર તા.૪-૫-૨૦૨૩ના રોજ સવારે ૧૦ -૦૦ કલાકે પોથી યાત્રા સુરેશભાઈ તળશીભાઈ પટેલના ઘરે થી વાજતે ગાજતે સભા મંડપે પહોંચી હતી.
શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાકાર શ્રી વક્તા પરમ પૂજ્ય સંત શ્રી દિપકમહારાજ (છોટે ડોંગરેજી મહારાજ) દ્વરા ભાગવત સપ્તાહ જ્ઞાનગંગામાં કથા શ્રવણ ચાલુ કરવામા આવેલ ત્યાર પછી બહારગામ થી આવેલ મહેમાનો માટે બપોરે ભોજન પ્રસાદ ની વ્યવસ્થા આજે પહેલા દિવસનો પ્રસાદ રાઘવભાઈ ઓઘડભાઈ ભરવાડ તરફથી આપવામાં આવેલ. ત્યાર પછી દરરોજ રાત્રે સંતવાણી તથા સત્સંગ તથા ધુન રાખેલ છે. નામી અનામી કલાકારો પધારશે.

રીપોર્ટર : સી કે બારડ (પતંજલિ સ્ટોર ધંધુકા)

મો : 7600780700
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.