સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪ અંતર્ગત યોજાયેલી સ્પર્ધામાં વેરાવળ નગરપાલિકા દ્વારા પ્રમાણપત્ર એનાયત
સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪ અંતર્ગત યોજાયેલી સ્પર્ધામાં વેરાવળ નગરપાલિકા દ્વારા પ્રમાણપત્ર એનાયત
------------
કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા વેરાવળ શહેરને સ્વચ્છ બનાવવાનું આહ્વાન કરાયું છે. વોર્ડ-વાઈઝ સફાઈ સહિતના કાર્યક્રમથી નગરને સ્વચ્છ બનાવવાનો સુઘડ પ્રયત્ન થઈ રહ્યો છે. આ અંતર્ગત વિવિધ સ્પર્ધાના માધ્યમ થકી નાગરિકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે.
સ્વચ્છતા અંતર્ગત યોજાયેલી આવી જ એક સ્પર્ધામાં સ્કિનોવા હેર લેઝર ક્લિનિકને વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા સ્વચ્છ એવોર્ડ કોમ્પિટિશન અંતર્ગત યોજાયેલી સ્પર્ધામાં સ્વચ્છ હોસ્પિટલનું સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે.
હોસ્પિટલને સ્વચ્છ અને સુઘડ રાખવા બદલ સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪ અંતર્ગત ડૉ. રવિ શામળાને વેરાવળ-પાટણ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
