બરવાળા અને રાણપુર તાલુકામાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં હંગામી ફટાકડા વેચાણ કરવા અંગે પરવાનગી જોગ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jvpd9u6qmhrq9me6/" left="-10"]

બરવાળા અને રાણપુર તાલુકામાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં હંગામી ફટાકડા વેચાણ કરવા અંગે પરવાનગી જોગ


તા.૨૬/૦૯/૨૦૨૨ ના રોજ સાંજના ૬:૦૦ કલાક સુધીમાં ભરેલા અરજી ફોર્મ જમા કરાવવાના રહેશે

તા.૧૮ :- બરવાળા અને રાણપુર તાલુકામાં આગામી દિવાળીના તહેવારો નિમિત્તે હંગામી ફટાકડા વેચાણ કરવા ઈચ્છતા તમામ વેપારીઓને જણાવવામાં આવે છે કે, બરવાળા અને રાણપુર તાલુકામાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં હંગામી ફટાકડા વેચાણ અંગેની પરવાનગી સમયસર આપી શકાય તે હેતુથી તમામ સંબધિત વેપારીઓએ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીની કચેરી, બરવાળા (મામલતદાર કચેરી, બરવાળા) ખાતેથી એડીએમ શાખામાંથી નિયત નમૂનામાં અરજી ફોર્મ આગામી તા.૨૦/૦૯/૦/૨૦૨૨ થી તા.૨૬/૦૯/૨૦૨૨ સુધી મેળવી લેવાના રહેશે અને ભરેલા સમયમર્યાદા બાદ અને અધૂરી વિગતો તથા અધુરા પુરાવાઓ વાળી અરજીઓનો અસ્વીકાર કરવામાં આવશે જેની સંબંધકર્તા તમામે નોંધ લેવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]