ગઢાડા તાલુકાના ગઢાળી ડેમની મુલાકાત લેતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા - At This Time

ગઢાડા તાલુકાના ગઢાળી ડેમની મુલાકાત લેતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા


ગઢાડા તાલુકાના ગઢાળી ડેમની મુલાકાત લેતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે તેમની એક દિવસીય બોટાદ જિલ્લાની મુલાકાત દરમિયાન બોટાદના ગઢડા તાલુકાના ગઢાળી ડેમની મુલાકાત લીધી હતી.આ વેળાએ મંત્રીએ ગઢાળી ડેમની જળ સંગ્રહ શક્તિ સહિત ડેમ અંગેની તકનીકી માહિતી મેળવી જરૂરી સુચનો કર્યો હતા.સિચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરએ મંત્રીને ડેમ અંગેની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી.આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રભાતભાઈ યાદવ,સિચાઈ વિભાગના અધિકારીઓ,જિલ્લાના પદાધિકારીઓ- અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.