"બગદાણા પો.સ્ટે. વિસ્તારમાં આવેલ કસાણ-લોયંગા ગામ વચ્ચે આવેલ નાળામાં તણાયેલ એક ઈકોમાં બેઠેલ લોકોને બચાવતા એક આર્મીના જવાન - At This Time

“બગદાણા પો.સ્ટે. વિસ્તારમાં આવેલ કસાણ-લોયંગા ગામ વચ્ચે આવેલ નાળામાં તણાયેલ એક ઈકોમાં બેઠેલ લોકોને બચાવતા એક આર્મીના જવાન


આજ રોજ બગદાણા પો.સ્ટે. વિસ્તારમાં પડેલ વરસાદના કારણે ભગુડા ડેમમાં પાણીની આવક થયેલ જેના કારણે કસાણ-લોયંગા ગામ વચ્ચે આવેલ નાળા પરથી પાણીનો ધીમો પ્રવાહ નીકળવા લાગેલ તે દરમ્યાન આજ રોજ બપોરના એક વાગ્યાની આજુબાજુ માલપરા ગામના રહીશ જેશીંગભાઈ વાલાભાઈ સાંડીસ તેમની ઈકો ગાડી લઈને માલપરા ગામના તેમના પરીચીત બંધીબેન w/o પીઠાભાઈ કાગને છાતીમાં દુખાવો થતો હોય જેથી તેમને મહુવા દવાખાને સેવાના ભાગ રૂપે લઈ જવા નીકળેલ અને આ બધીબેનની સાથે તેમના પરીવારના ત્રણ છોકરા પણ આવેલ મહુવા દવાખાનેથી પરત થયેલ અને બપોરના લગભગ અઢી વાગ્યાની આજુબાજુ કસાણ-લોયંગા ગામ વચ્ચે આવેલ નાળા પાસે પહોંચેલ ત્યારે નાળા પરથી થોડુ થોડુ પાણી જતુ હતુ જેથી માલપરા ગામના રહીશ જેશીંગભાઈ સાંડીસ કે જેઓ ઈકો ચલાવતા હતા, તેમણે ઈકો નીકળી જશે તેવુ વિચારીને નાળા પરથી ઈકો જવા દીધેલ તે દરમ્યાન અચાનક નાળા પરથી પાણીની આવક વધી ગયેલ અને પાણી સાથે કચરો આવવા લાગેલ તેમાં એક ઝાડનુ ઘડીયુ અચાનક પાણી સાથે તણાયને આવેલ અને સીધી ઈકો સાથે અથડાયેલ જેના કારણે ઈકો ગાડી પાણી સાથે નાળાની નીચે તરફ ખેંચાવા લાગેલ જેથી ઈકો ગાડીમાં બેઠેલ જેશીંગભાઈ સાંડીસ તથા બંધીબેન કાગ તથા તેમના પરીવારના ત્રણ છોકરાઓ ઈકો ગાડીમાંથી નીચે ઉતરી ગયેલ તે દરમ્યાન પાણીનો પ્રવાહ વધી જતા ઈકો ગાડી પાણી સાથે તણાય નાળામાં નીચે પડી ગયેલ અને ઈકો ગાડીમાં બેઠેલ જેશીંગભાઈ સાંડીસ અને બંધીબેન કાગ તથા તેમના પરીવારના ત્રણ છોકરા તેમાથી નીકળતા હતા. તે દરમ્યાન બંધીબેન કાગ પાણીના પ્રવાહમાં અચાનક તણાય નાનાની નીચે પાણીના પ્રવાહ સાથે તણાય ગયેલ ત્યારે ઈકો ગાડીના ડ્રાઈવર જેશીંગભાઈ સાંડીસ તેમના પરીચીત બંધીબેનને બચાવવા તેમની પાછળ કુદી ગયેલ અને બંધીબેન પાસે તરતા-તરતા પહોચેલ તે વખતે પાણીનો પ્રવાહ વધારે થવાથી આ જેશીંગભાઈ બંધીબેન બહાર લાવી શકેલ નહી અને તેઓ બન્ને તણાવા લાગેલ તે દરમ્યાન આ નાળાની સામે છેડે કસાણ બાજુથી આવી ઉભેલ બલેનો ગાડીમાં મોટી જાગધાર ગામના આર્મીના જવાન ડોડીયા વિશાલભાઈ ઝવેરભાઈ નાઓ તેમના પરીવાર સાથે ઉભા હતા જેઓ આ બનાવ જોઈ તેમની બલેનો ગાડીમાંથી નીકળી કાઈ પણ વિચારીયા વગર આ જેશીંગભાઈ અને બધીબેનને બચાવવા સારૂ નાળાથી થોડી સાઈડમાં જઈ ૧૦૦ મીટર જેટલું ચાલી એક જગ્યાએથી પોતે પાણીના પ્રવાહમાં કુદી ગયેલ અને આશરે એકાદ કિ.મી. જેટલું તરતા તરતા આ જેશીંગભાઈ અને બંધીબેન પાસે પહોંચેલ અને બન્ને ભગુડા ડેમ પાસે બહાર કાઢી તેમનો અણમોલ જીવ બચાવી એક આર્મીના જવાન તરીકે દેશના લોકોની રક્ષાનુ કામ કોઈ પણ જગ્યાએ કરવાની તેમની આ લાગણીને ખરેખર સલામ છે.આ બનાવ બનેલ તે દરમ્યાન એસ.ડી.એમ કે.એસ.પ્રજાપતિ તથા મામલતદારશ્રી પારીતોષ તથા ના.પો.અધિ.શ્રી જે.એસ.સરવૈયા તથા બગદાણા પો.સ.ઈ. જે.એમ.ગઢવી તથા દાઠા પો.સ્ટે. ના પો.સ.ઈ. વાય.પી.વ્યાસ તથા પો.સ.ઈ.શ્રી એચ.આર. જાડેજા નાઓ જરૂરી પોલીસ ફોર્સ સાથે રેસ્ક્યુ સામગ્રી જેવી કે દોરડા તથા લાઈવ જેકેટ તથા લાઈફબોય સાથે પહોંચી ગયેલ અને અન્ય કોઈ આવો બનાવ ન બને તેની તકેદારીના ભાગ રૂપે જે.સી.બી. મંગાવી નાળાની નીચે પાણીના તાણની સાથે આવેલ કચરાને દુર કરાવેલ અને ફરીથી રાબેતા મુજબ પાણી નાળા નીચેથી જઈ કાર્યરત કરેલ

રીપોટર-અશોક ચૌહાણ

ગારિયાધાર

ભાવનગર
9978128943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.