જસદણમાં એસટી ડેપો મેનેજરને આમ નાગરિકોએ લેખિતમાં ફરિયાદ કરી ખખડાવ્યા : ડેપોમાં જનતા રેઇડ પણ પાડી - At This Time

જસદણમાં એસટી ડેપો મેનેજરને આમ નાગરિકોએ લેખિતમાં ફરિયાદ કરી ખખડાવ્યા : ડેપોમાં જનતા રેઇડ પણ પાડી


જસદણમાં પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ ધાધલ તેમજ સાથે જાગૃત નાગરિકોએ જસદણ એસ ટી ડેપોમાં રેડ પાડી વિદેશી દારૂની બોટલ મળી આવી : 12 મુદ્દાને લઈને લેખિતમાં અરજી અપાઈ

ગુજરાતમાં એસટી વિભાગ અને ગુજરાત સરકાર હાલ લોકોની સુખાકારી અને સલામતી માટે કરોડો રૂપિયાની બસની અલગ અલગ ડેપોમાં ફાળવણી કરવામાં આવેલ છે અને ટાઈમ સર ગુજરાતના દરેક વિસ્તારમાં ગુજરાત એસટીનો બસની લોકો વધુમાં વધુ લાભ લે તે માટે એસટી વિભાગ હાલ કામ કરી રહી છે. ગુજરાતના દરેક તાલુકામાં અને દરેક વિસ્તારમાં પ્રવાસીઓને બસ સ્ટેશનમાં બેસી શકે તે માટે સારી બેચની અને પંખાની તેમજ પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે સાથે સાથે જે જે વિસ્તારમાં બસ સ્ટેશનની વ્યવસ્થા નથી તે વિસ્તારમાં નવું બસ સ્ટેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ત્યારે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં જસદણ ડેપો મેનેજમેન્ટ બેફામ મનમાની ચાલી રહી હોય તેવું આજરોજ જસદણના પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ ધાધલ સહિત જાગૃત નાગરિકોએ જસદણ બસ સ્ટેશન ખાતે ડેપો મેનેજરને અનેક ફરિયાદને લઈને ખખડાવ્યા હતા અને બસ સ્ટેશનમાં અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જાગૃત નાગરિકો ડેપો મેનેજરની ચેમ્બરમાં જતા ડેપો મેનેજર ની ઓફિસ ખાલી હતી ત્યારે ડેપો મેનેજરને બોલાવતા ડેપો મેનેજર એ ઓફિસ પર આવવાની મનમાની પણ કરેલ અને જણાવેલ કે જે કંઈ પણ કંઈ કામ હોય તે અહીં આવે ત્યારે રાજુભાઈ ધાધલના સાથે આવેલ જાગૃત નાગરિકોએ અને રાજુભાઈ શ્રીરામ જયરામની ધૂન પણ ડેપો મેનેજરની ઓફિસ પાસે બેસી ધૂન ગાઈ હતી. અને ત્યાર બાદ ડેપો મેનેજર ભાવના બેન ગોસાઈ પોતાની ચેમ્બર પર આવતા પ્રશ્નોની રજૂઆત કરી હતી. ચેકિંગ દરમિયાન ડેપો મેનેજર ની બાજુની ખુલી જગ્યામાં જ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. ડેપો મેનેજરને પૂછતા જણાવ્યું હતું કે "આ મને ખબર નથી ફોન દારૂ પીવે છે અને કોણ અહીં બોટલ ફેકે છે". ડેપો ની અંદર ડ્રાઇવર કંડકટરને આરામ કરવા માટે રૂમમાં કુતરાઓ સુતા હોય અને આરામ કરતા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા હતા. વધુમાં રાજુભાઈ ધાધલે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસની અંદર જો આ બસ સ્ટેશનમાં ડેપો મેનેજર દ્વારા કંઈ કામગીરી વ્યવસ્થિત કરવામાં નહીં આવે તો અમે આ ડેપો ની અંદર આંદોલન હાથ ધરીશું અને આ દરેક પ્રશ્નને લઈને ઉગ્ર રજૂઆત સાથે ઉપર લેવલની કચેરીઓથી લઇ મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચાડીશું.

રાજુભાઇ ધાધલે 12 મુદ્દાની લેખિતમાં ફરિયાદ કરી જસદણ ડેપો મેનેજરને ઉધડા લીધા

1.રાજકોટ મહુવા રૂટ ની સવારે છ વાગ્યાની બસ સર્કિટ હાઉસ અને વાજસુરપરા વિસ્તારમાંથી બસ ઉપડતી હતી તે કેમ બંધ કરવામાં આવી ?
2. દરેક નવા વાહન કોના કહેવાથી કયા રૂટ પર અત્યાર સુધીમાં આપ્યા ?
3. ગાંધીનગર રૂપની બસ મંત્રી બાવળિયા દ્વારા લેખિતમાં રજૂઆત કરતા પણ આ બસ કેમ ચાલુ કરેલ નથી ?
4 ઉપર લાઈન ચેકિંગ રૂમ પર દરરોજ દારૂની મહેફિલ થાય છે તેના શું પગલાં લીધા ?
5. આપ ખુદ ડેપો પર કેટલા વાગે આવો છો અને ક્યારે જાઉં છો અને ડેપોનું ક્વાર્ટર આપેલ છે છતાં તમે અપડાઉન કેમ કરો છો અને ક્વાર્ટર માં કેમ નથી રહેતા ?
6. અગાઉ સોશિયલ મીડિયામાં જોગીદાસ બાપુ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી તમને એવો હક કોને આપ્યો ?
7. અમુક ડ્રાઇવર નો KMPLNO હવે તો રૂટ ચેન્જ કરો છો અને અમુકને KMPLNO આવે તોય સાચવો છો તે ક્યાંનો ન્યાય છે ?
8. સાંજે 5:00 વાગ્યાના બળધોઈ ગામનો ફેરો ચાલુ હતો તે કેમ બંધ કરી દીધેલ છે ? આ ગામમાંથી હીરા ઘસુ અને બાળકો સ્કૂલે આવતા વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેના જવાબદાર કોણ ?
9. અવારનવાર આપના બસના ડ્રાઇવર અને કંડકટર લોકો સાથે ખોટા વ્યવહાર કરે છે અને ગેર વર્તણૂક કરે છે જે યોગ્ય નથી
10. અમુક વ્યક્તિને સાચવવા માટે ખોટી હાજરી આપના ડેપોમાં પૂરવામાં આવે છે.
11. ઉનાળાની ગરમીની સિઝનમાં ડેપો ની અંદર પંખાઓ કેમ બંધ છે ?
12. આપ સાહેબ બે સમાજ અંદર વર્ગવિગ્રહનું કામ કરો છો કે યોગ્ય નથી તમે અધિકારી છો જેની ખાસ નોંધ લેશો.

અમે આગામી થોડા દિવસોમાં જ તમામ મુદ્દા ને ધ્યાનમાં લઈને કામગીરી પૂર્ણ કરી આપીશું વધુમાં આ પ્રકારની ફરિયાદ પણ નહીં આવવા દઈએ : ભાનવાબેન ગોસાઈ - ડેપો મેનેજર

જસદણના પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ ધાધલ અને જાગૃત નાગરિક દ્વારા પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવેલ છે જે પ્રશ્નોને અમે વહેલી તકે નિરાકરણ કરીશું. અહીં બસ સ્ટેશનમાં દરેક સ્ટાફને મારો પરિવાર માનું છું અને દરેક રૂટમાં વધુમાં વધુ પેસેન્જર મુસાફરી કરશે તો અમને કોઈ પણ રૂટ ચાલુ કરવામાં તકલીફ નથી. ઓછા પેસેન્જર મુસાફરી કરવાથી એસટી વિભાગને નુકસાની આવે છે જેથી અમુક બસના રૂટ બંધ કરેલ છે. મોટાભાગના મુદ્દા નો જવાબ મેં અહીં આપેલ છે અને બાકીના મુદ્દાને લઈને આગામી ટૂંક સમયમાં જ પ્રશ્નનું નિરાકરણ ચેલેંજથી કરીશું જે હું બાંહેધરી આપું છું.

(રિપોર્ટ હર્ષદ ચૌહાણ દ્વારા જસદણ)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.