બોટાદની શ્રી સુવાસની વિદ્યામંદિર ખાતે ઉજવાયો ભવ્ય પતંગોત્સવ - At This Time

બોટાદની શ્રી સુવાસની વિદ્યામંદિર ખાતે ઉજવાયો ભવ્ય પતંગોત્સવ


બોટાદની શ્રી સુવાસની વિદ્યામંદિર ખાતે ઉજવાયો ભવ્ય પતંગોત્સવ

બોટાદ ના ભાંભણ રોડ પર આવેલ માતાવાડી પાછળ આવેલ શ્રી સુવાસીની વિદ્યામંદિર શાળા આજરોજ તારીખ 13/01/ 2024 ને શનિવારના રોજ શાળામાં ઉતરાણ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત પતંગ બનાવવાની સ્પર્ધા અને પતંગના ચિત્રો બનાવવાની સ્પર્ધા એમ બે સ્પર્ધાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિભાગો મુજબ નંબર આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓ શિક્ષકગણ અને ટ્રસ્ટીગણે સાથે મળીને પતંગ ચગાવી આ ઉત્તરાયણ પર્વ આનંદ પૂર્વક ઉજવ્યું હતું.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.