દામનગર નું ગૌરવ. જય શુક્લ રિલાયન્સ ઇન્સ્ટિટ્યૂટ (DAIICT) દ્વારા થયેલ જોબ પ્લેસમેન્ટમાં TCS દ્વારા લેવાયેલ ટેસ્ટ માં પસંદગી પામતા અભિનંદન - At This Time

દામનગર નું ગૌરવ. જય શુક્લ રિલાયન્સ ઇન્સ્ટિટ્યૂટ (DAIICT) દ્વારા થયેલ જોબ પ્લેસમેન્ટમાં TCS દ્વારા લેવાયેલ ટેસ્ટ માં પસંદગી પામતા અભિનંદન


દામનગર નું ગૌરવ.
જય શુક્લ રિલાયન્સ ઇન્સ્ટિટ્યૂટ (DAIICT) દ્વારા થયેલ જોબ પ્લેસમેન્ટમાં TCS દ્વારા લેવાયેલ ટેસ્ટ માં પસંદગી પામતા અભિનંદન

અમરેલી જિલ્લાના દામનગરના વતની અને હાલ ભાવનગર રહેતા સ્વ. દમયંતીબેન ભૂપતરાય શુક્લ ના પૌત્ર અને અ.સૌ.સરોજબેન કાંતિભાઈ પંડ્યા (લોકભારતી) ના દોહિત્ર તેમજ અ.સૌ. નેહા દિપક શુક્લના પુત્ર જય શુક્લએ તાજેતર માં રિલાયન્સ ઇન્સ્ટિટ્યૂટ (DAIICT) દ્વારા થયેલ જોબ પ્લેસમેન્ટમાં TCS દ્વારા લેવાયેલ ટેસ્ટ માં પસંદગી પામેલ છે જે પરિવાર અને સમાજ માટે આનંદની વાત છે શરૂઆતથી જ અભ્યાસમાં તેજસ્વી જય શુક્લએ ૧૨ સાયન્સની પરીક્ષામાં ૯૯.૯૨ પી.આર. સાથે સમગ્ર ભાવનગર સેન્ટરમાં ત્રીજો ક્રમાંક, GujCet ની પરીક્ષામાં ૯૯.૭૬ પી. આર. તેમજ (ACPC) એડમીશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસમાં સમગ્ર ગુજરાતમાં ૨૬ મો રેન્ક પ્રાપ્ત કરેલ જય શુક્લની મોટી બહેન ડૉ. પ્રાચી શુક્લાએ પણ PG NEET ઉચ્ચ રેન્ક સાથે પાસ કરી હાલ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે MD (Paediatrics) ની ફરજ બજાવે છે જે પરિવાર માટે ગૌરવ અને આનંદની વાત છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.