ઘટનાથી માતાજીના દર્શને આવેલ લોકોમાં દોડધામ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jjcalifkkmmkyibe/" left="-10"]

ઘટનાથી માતાજીના દર્શને આવેલ લોકોમાં દોડધામ


ખેડબ્રહ્માના મેત્રાલમાં દારૂડિયાએ કાર હોળીમાં સળગાવી દીધી

ખેડબ્રહ્મા તાલુકાના મેત્રાલમાં દારૂડિયાએ નશામાં ભાન ભૂલી પોતાની કાર ગામમાં પ્રગટાવેલ હોળીમાં હોમી દેતાં બળીને ખાખ થઈ ગઈ હતી.

મેત્રાલમાં હોલિકા દહનના દિવસે દારૂડિયાએ હંગામો કર્યો હતો.હોળી પર્વના દિવસે રાત્રે ગ્રામજનો હોળી પ્રગટાવી હોલિકા દહન કરી રહ્યા હતા. તે વખતે દારૂડિયો તેની સીએનજી કાર લઈને ત્યાં આવ્યો હતો અને તેણે પોતાની કાર પ્રગટાવેલી હોળી પાસે સળગવા મૂકી દીધી હતી. જોત જોતામાં કાર ભડકે બળવા લાગી હતી. કાર સીએનજી હોવાથી હોળી માતાના દર્શને આવેલા લોકોમાં દોડધામ મચી હતી. સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતાં ફાયર વિભાગની ટીમ આવે તે પહેલા જ કાર બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]