રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં બજેટને બહાલી, વેરો વધારાનો વિપક્ષનો વિરોધ - At This Time

રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં બજેટને બહાલી, વેરો વધારાનો વિપક્ષનો વિરોધ


રાજકોટ મહાનગરપાલિકાનું આજરોજ જનરલ બોર્ડ મળ્યું હતું. જનરલ બોર્ડ ની શરૂઆત પૂર્વે મનપાના વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી તેમજ વિપક્ષના કોર્પોરેટર દ્વારા પ્લે કાર્ડ દર્શાવી પાણીવેરો તેમજ મિલકત વેરામાં કરવામાં આવેલા વધારાનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આજરોજ મળેલા જનરલ બોર્ડમાં તાજેતરમાં મનપાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નાણકીય વર્ષ 2023-24 નું 2637.80 કરોડ નું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. તેને બહાલી આપવામાં આવી હતી. વાર્ષિક પાણીવેરો બમણો કરી 840 ના બદલે 1500 રૂપિયા કરવામાં આવ્યો હતો તે સહિતના કરવેરામાં કરવામાં આવેલા વધારાને પણ બહાલી આપવામાં આવી હતી. તો બીજી તરફ નેતા વિપક્ષનું કહેવું છે કે, પહેલા શાસક પક્ષ પોતે આપેલા વચનોનું પાલન કરે ત્યારબાદ પાણી વેરામાં વધારો કરે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.