પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા હુતાત્મા માટે મોડાસાના વિવિધ વિસ્તારોમાં રહેતા પરિજનોએ એક સાથે એક સમયે મૌન રાખ્યું .
પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા હુતાત્મા માટે વિશેષ મૌન સાધના
મોડાસાના વિવિધ વિસ્તારોમાં રહેતા પરિજનોએ એક સાથે એક સમયે મૌન રાખ્યું .
પહેલગામ, જમ્મુ અને કાશ્મીર ખાતે ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં ૨૭ નિર્દોષ પ્રવાસીઓના મૃત્યુએ સમગ્ર દેશને શોકમાં મૂક્યો છે. આ દુઃખદ ઘટનાની સામે દેશભરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને મૌન સાધના ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા કરવામાં આવી. આ પ્રસંગે ગાયત્રી પરિવાર ,મોડાસાના પરિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા .સાથે જ ગાયત્રી પરિવારના પરિજનો એક સમય પર એકી સાથે પોતપોતાના ઘરમાં એક સમયે મૌન રાખવામાં આવ્યું .સાથે એક વિશેષ માળા ગાયત્રી મહામંત્ર અને મહા મૃત્યુંજય મહામંત્રની કરવામાં આવી .તો ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે વિશેષ હવન પણ કરવામાં આવ્યો . આ ગાયત્રી પરિવાર પ્રવક્તા હરેશ કંસારા એ જણાવ્યું કે પહેલગામ (જમ્મુ અને કાશ્મીર ) ખાતે ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં ૨૭ પ્રવાસીઓના મૃત્યુ થયા છે, જેમાં ૨૬ ભારતીય અને ૧ નેપાળી નાગરિકનો સમાવેશ થાય છે. આ હુમલો છેલ્લા ઘણા વર્ષોમાં નાગરિકો પર થયેલા સૌથી ઘાતક હુમલામાંનો એક છે. મૃતકોમાં મહારાષ્ટ્રના ૬, ગુજરાત અને કર્ણાટકના ૩-૩, પશ્ચિમ બંગાળના ૨ અને ઉત્તરાખંડ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, કેરળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને અરુણાચલ પ્રદેશના ૧-૧ નાગરિકોનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ હુમલાને "માનવતા વિરુદ્ધનું કૃત્ય" ગણાવીને હુમલાખોરોને કડક સજા આપવાની ખાતરી આપી છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
