ગારીયાધાર નગરપાલિકાનો ચાર્જ મામલતદાર સંભાળતા જ નગરપાલિકાના બાકી રહેલા વેરા ધારકોના પાસેથી અનોખી રીતે વેરા વસુલાત - At This Time

ગારીયાધાર નગરપાલિકાનો ચાર્જ મામલતદાર સંભાળતા જ નગરપાલિકાના બાકી રહેલા વેરા ધારકોના પાસેથી અનોખી રીતે વેરા વસુલાત


ગારીયાધાર નગરપાલિકાનો ચાર્જ મામલતદાર સંભાળતા જ નગરપાલિકાના બાકી રહેલા વેરા ધારકોના પાસેથી અનોખી રીતે વેરા વસુલાત

ગારીયાધાર નગરપાલિકાનો ચાર્જ મામલતદાર સંભાળતાં જ ગારીયાધાર નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી વેરા ન ભરતા હોય તેવા દુકાનધારકો અને મકાનમાલિક વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી હતી જેમાં વેરાની બાકી રકમ ધરાવતા તમામ દુકાન ધારકોને અને મકાનમાલિકોને પ્રથમ નોટિસ આપવામાં આવેલ

બાકી નિકળતા વેરાની નોટિસ આપ્યા બાદ ૧૦% લોકોએ વેરાની ભરપાઇ કરી હતી જ્યારે ૯૦% લોકો નોટીસ મળ્યા બાદ વેરાઓ ન ભરતા આજ રોજ નગરપાલિકા વહીવટદાર લાવડીયા તેમજ કર્મચારીઓ દ્વારા સ્થળ પર ઢોલ નગારા સાથે બાકી વેરા ધારકોને વેરો ઉઘરાવવા ઢોલ નગારા સાથે પહોંચ્યા હતા

નોટીસ મળ્યા બાદ પણ બાકી રકમ ના ભરતા તમામ દુકાધારકો અને મકાન માલિક વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

રીપોટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943
9978128943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.