J&K : આતંકી બિટ્ટા કરાટેની પત્ની અને સલાહુદ્દીનના પુત્ર સહિત 4ને સરકારી નોકરીમાંથી કાઢી મૂકાયા - At This Time

J&K : આતંકી બિટ્ટા કરાટેની પત્ની અને સલાહુદ્દીનના પુત્ર સહિત 4ને સરકારી નોકરીમાંથી કાઢી મૂકાયા


શ્રીનગર, તા. 13 ઓગસ્ટ 2022 શનિવારજમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આતંક વિરુદ્ધ મોટુ એક્શન લીધુ છે. તેમણે ટેરર ઈકોસિસ્ટમમાં શંકાસ્પદ મળતા બિટ્ટા કરાટેના પત્ની, સૈયદ સલાહુદ્દીનના પુત્ર સહિત ચાર સરકારી કર્મચારીઓને બરતરફ કરી દેવાયા છે. આમની પર આતંકવાદીઓ સાથે સંબંધ રાખવાનો આરોપ છે. તેથી સેવામાંથી નીકાળવામાં આવ્યા છે.ઉપરાજ્યપાલની કાર્યવાહી બાદ બીજેપીનુ નિવેદન આવ્યુ છે. જમ્મુ-કાશ્મીરમાં બીજેપી અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ કહ્યુ- કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આતંકી સંગઠનોના સાગરીત અને તેમની સાથે સહાનુભૂતિ રાખનાર પર આકરા પ્રહાર કર્યા છે. જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના ટોપ આતંકવાદી ફારુક અહમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટેની પત્ની અસબાહ આરજૂમંદ ખાન 2011 બેચના JKAS અધિકારી છે. આ સિવાય મુહીત અહમદ ભટ કાશ્મીર યુનિવર્સિટીમાં વૈજ્ઞાનિક-ડી તરીકે પોસ્ટેડ હતા. માજિદ હુસૈન કાદરી કાશ્મીર યુનિવર્સિટીમાં વરિષ્ઠ સહાયક પ્રોફેસર અને સૈયદ સલાહુદ્દીનના પુત્ર સૈયદ અબ્દુલ મુઈદ IT,  JKEDI માં મેનેજર હતા. આ તમામને બંધારણની કલમ 311એ લાગુ કરીને હટાવાઈ છે.કાર્યવાહીની યાદીમાં સૌથી ઉપર બિટ્ટા કરાટેના પત્ની અસબાહનુ નામ છે. બિટ્ટાના આતંકવાદી સંગઠનો સહિત ISI ની સાથે ગાઢ સંબંધ છે અને કટ્ટર અલગાવવાદી નેતા છે. કરાટેની ટ્રાયલ દરમિયાન પત્ની અસબાહ ચર્ચામાં આવી હતી. અસબાહને પહેલીવાર 2003માં શેર એ કાશ્મીર કૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિવર્સિટી કાશ્મીરમાં નોકરી મળી હતી. તેમની નિયુક્તિ કથિત રીતે બેકડોરથી કરાઈ હતી. એ પણ જાણવા મળ્યુ કે 2003થી 2007ની વચ્ચે તે મહિનાઓ સુધી ડ્યુટી પર પહોંચ્યા નહીં અને ગેરહાજર રહ્યા પરંતુ તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. અંતે અસબાહને ઓગસ્ટ 2007માં બરતરફ કરવામાં આવ્યા.સૂત્રોના જણાવ્યાનુસાર કામમાં ગેરહાજર રહ્યા દરમિયાન અસબાહે જર્મની, યુકે, હેલસિંકી, શ્રીલંકા અને થાઈલેન્ડની મુસાફરી કરી હતી. તપાસથી જાણવા મળે છે કે તે JKLF માટે કેશ એકઠા કરવા લાગ્યા હતા. તે નેપાળ અને બાંગ્લાદેશની મુસાફરી મોટાભાગે રોડ માર્ગે કરતી હતી. અસબાહે 2011 માં JKAS પરીક્ષા પાસ કરી અને અમુક જ મહિનામાં બિટ્ટા કરાટે સાથે લગ્ન કરી લીધા. J&K govt sacks four Govt employees, including the wife of Bitta Karate who is facing terror charges and is an accused in the matter of killing of Kashmiri pandits. The four have been dismissed from services for terror links: Govt Sources pic.twitter.com/wlv5PPgxho— ANI (@ANI) August 13, 2022


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.