વડોદરા : ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વધુ છ વેપારી ઝડપાયા. - At This Time

વડોદરા : ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વધુ છ વેપારી ઝડપાયા.


વડોદરા શહેરમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વધુ છ વેપારી ઝડપાયા છે . જ્યારે એક વેપારી વોન્ટેડ છે . જીગ્નેશ દલસુખભાઈ ગોહિલ ( આજોડ ) , વિષ્ણુ નારાયણભાઈ સોલંકી ( દશરથ ) ને છાણી પોલીસે ચાઈનીઝ દોરી ની 10 રિલો સાથે ઝડપી પાડી સંજય દલસુખ ગોહિલ ( આજોડ ) ને વોન્ટેડ જાહેર કર્યો હતો . જેપી રોડ પોલીસે કિસન વિક્રમભાઈ ચુનારા ( ખિસકોલી સર્કલ ) અને ફારૂક ( તાંદલજા ) ને ઝડપી પાડી ચાઈનીઝ દોરીની 15 રિલો કબજે કરી હતી . માંજલપુર પોલીસે અશોક જેઠાભાઈ રાય ( મકરપુરા ગામ ) ને ચાઈનીઝ દોરીની 07 રીલો સાથે ઝડપી પાડ્યો હતો . તેવી જ રીતે નંદેસરી પોલીસે જશવંત બચુભાઈ ગોહિલ ( અનગઢ ગામ ) ને ચાઈનીઝ દોરીની 10 રીલ સાથે ઝડપી પાડ્યો હતો .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.