બોટાદ નગરપાલિકાના હોલ ખાતે જિલ્લા કલેક્ટરશ ડૉ.જિન્સી રોયના અધ્યક્ષતામાં લોકશાહીમાં મતદાનનું મૂલ્ય અંગે મતદાર જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજાયો - At This Time

બોટાદ નગરપાલિકાના હોલ ખાતે જિલ્લા કલેક્ટરશ ડૉ.જિન્સી રોયના અધ્યક્ષતામાં લોકશાહીમાં મતદાનનું મૂલ્ય અંગે મતદાર જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજાયો


બોટાદ નગરપાલિકાના હોલ ખાતે જિલ્લા કલેક્ટરશ ડૉ.જિન્સી રોયના અધ્યક્ષતામાં લોકશાહીમાં મતદાનનું મૂલ્ય અંગે મતદાર જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજાયો

આ અવસરે જિલ્લા કલેકટર ડૉ.જિન્સી રોયે પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, લોકશાહીના અવસરમાં પાત્રતા ધરાવતા તમામ મતદારોએ તેમનો હક્ક અને ફરજ સમજીને અવશ્ય મતદાન કરવું જોઇએ. આગામી સમયમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં બોટાદ જિલ્લો સમગ્ર રાજ્યમાં અવ્વલ રહે તેમજ જિલ્લાનો મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે ખાસ કાળજી રાખવા તેમજ બોટાદ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકો લોકશાહીના આ અનેરા અવસરમાં સહભાગી બને તે માટે ચુંટણીમાં ફરજ પરના વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓને બેલેટ પેપરથી મતદાન કરવા તેમજ અન્ય લોકોને પણ મતદાન કરાવવાં પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો.પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાણીયા, જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા તેમજ આમંત્રીત વક્તા સુશ્રી ધાર્મિબેન બગડીયાએ લોકશાહીમાં મતદાનનું મૂલ્ય અંગે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં. આ અવસરે રાણપુરની ગીતાંજલિ શાળાની વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક ગીતની પ્રસ્તુતી રજૂ કરી હતી.ઉપસ્થિત સહુએ લોકશાહીમાં મતદાનનું મૂલ્ય અંગેની ડૉક્યુમેન્ટરી ફિલ્મ પણ નિહાળી હતી તેમજ સમીર પટેલની ટીમ દ્વારા મેઝીક એન્ડ મ્યુઝિક થકી જાદુગરના વિવિધ શો રજૂ કરાયાં હતાં.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.