ઔદિચ્ય બ્રમસમાજ મહિલા મંડળ દ્વારા સામાજિક સંદેશ આપતું નાટક નું આયોજન કરવામાં આવ્યું. - At This Time

ઔદિચ્ય બ્રમસમાજ મહિલા મંડળ દ્વારા સામાજિક સંદેશ આપતું નાટક નું આયોજન કરવામાં આવ્યું.


ઔદિચ્ય બ્રહ્મ સમાજ મહિલા મંડળ ગાંધીધામ દ્વારા તા.22/03/2024 શુક્રવાર ના રોજ અંજાર ટાઉનહોલ ખાતે ગુજરાતી નાટક "વહુ હાઈ ફાઈ સસુવાઈ ફાઇ "પરિવાર સાથે માણવા જેવું લેડી અમિતાભ પ્રતિમાટી.ના ખુબજ સુંદર અભિનય અને હાસ્ય સાથે સામાજિક સંદેશ આપતા સુંદર મજાના નાટક નું આયોજન કરવામાં આવ્યું હતુ.
કાર્યક્રમ ની શરૂઆત મહીલા મંડળ ના પ્રમુખ કાવ્યા બેન ભટ્ટ અને કારોબારી ના સભ્યો સાથે દીપ પ્રાગટય કરી આમંત્રિત મહેમાનો શ્રી રાજગોર સાહેબ તેમજ સમાજના વડીલ શ્રી મધુસૂદન ભાઈ ભટ્ટ, રાજેન્દ્ર ભાઈ રાવલ, ઉપસ્થિત વડીલો અને વહાલા પ્રેક્ષકો ને આવકાર્યા હતા.
કાર્યક્રમ ના સુંદર આયોજન ને મહીલા મંડળ ના સલાહકાર અરૂણાબેન રાવલ,પ્રમુખ કાવ્યાબેન ભટ્ટ , કાનન રાવલ. ઔદિચ્ય બ્રહ્મ સમાજ ના પ્રમુખ ભાવેશ ઠાકર, મનોજ રાવલ, પ્રકાશ ભટ્ટ, દીપક ભટ્ટ, વિમલ જોશી મહીલા મંડળ ના કારોબારી સમિતિ ના સભ્યો દ્વારા સફળ બનાવવા મા આવ્યો હતો સંચાલન લય અંતાણી દ્વારા કરવામાં આવ્યું હતું સહુ પ્રેક્ષકો એ તાળી ઓ ના ગડગડાટ સાથે કાર્યક્રમને મન ભરી ને માણ્યો હતો કાર્યક્રમ ના અંતે મહીલા મંડળ ની ટીમ દ્વારા મોમેન્ટો આપી કલાકારો નું અભિવાદન કર્યું અને અંતે કાવ્યાબેન ભટ્ટ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા આવા કાર્યક્રમો થતા રહે તેવી મહીલા મંડળ ને શુભેચ્છા આપી સમાપન કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.