પોરબંદરની મહેર જ્ઞાતિની સંસ્કૃતિ વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ જ્ઞાતિનો મણીયારો રાસ વિદેશની ધરતી ઉપર પણ રમાયો છે. મહેર જ્ઞાતિનાં પરંપરાગત પહેરવેશ અને ભાઇઓનો મણીયારો રાસ તેમજ બહેનોનાં રાસડા આકર્ષણનું કેન્દ્ર બની રહયું છે. પોરબંદરમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મહેર સમાજ અને ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા ચોપાટી ગ્રાઉન્ડનાં મેદાન ઉપર નવરાત્રિ મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ નોરતેથી મહેર સમાજનાં ભાઇઓ-બહેનો રાસની રમઝટ બોલાવે છે. - At This Time

પોરબંદરની મહેર જ્ઞાતિની સંસ્કૃતિ વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ જ્ઞાતિનો મણીયારો રાસ વિદેશની ધરતી ઉપર પણ રમાયો છે. મહેર જ્ઞાતિનાં પરંપરાગત પહેરવેશ અને ભાઇઓનો મણીયારો રાસ તેમજ બહેનોનાં રાસડા આકર્ષણનું કેન્દ્ર બની રહયું છે. પોરબંદરમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મહેર સમાજ અને ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા ચોપાટી ગ્રાઉન્ડનાં મેદાન ઉપર નવરાત્રિ મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ નોરતેથી મહેર સમાજનાં ભાઇઓ-બહેનો રાસની રમઝટ બોલાવે છે.


એન્કર : પોરબંદરની મહેર જ્ઞાતિની સંસ્કૃતિ વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ જ્ઞાતિનો મણીયારો રાસ વિદેશની ધરતી ઉપર પણ રમાયો છે. મહેર જ્ઞાતિનાં પરંપરાગત પહેરવેશ અને ભાઇઓનો મણીયારો રાસ તેમજ બહેનોનાં રાસડા આકર્ષણનું કેન્દ્ર બની રહયું છે. પોરબંદરમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મહેર સમાજ અને ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા ચોપાટી ગ્રાઉન્ડનાં મેદાન ઉપર નવરાત્રિ મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ નોરતેથી મહેર સમાજનાં ભાઇઓ-બહેનો રાસની રમઝટ બોલાવે છે.

વીઓ : પોરબંદરમાં મહેર સમાજ દ્વારા આયોજીત રાસોત્સવમાં પાંચમાં નોરતે મહેર જ્ઞાતિનાં ટે્રડીશનલ ડે્રસ સાથે રાસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાઇઓ અને બહેનોએ મહેર જ્ઞાતિનાં પરંપરાગત પહેરવેશ સાથે રાસની રમઝટ બોલાવી હતી. ભાઇઓએ મણીયારો રાસ રજુ કરી અને ધરાને ધ્રુજાવી હતી. તો મહેર જ્ઞાતિની બહેનોએ પરંપરાગત પોતાના પહેરવેશ સાથેનાં આભુષણોના શણગાર સાથે રાસડા રજુ કરી અને મહેર જ્ઞાતિની પરંપરાને ઉજાગર કરી હતી.

વીઓ : પોરબંદરમાં ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા આયોજીત આ રાસોત્સવ અંગે સમાજના પ્રમુખે એવું જણાવ્યું હતું કે મહેર સમાજની એક આગવી પરંપરા અને સંસ્કૃતિ છે. આજે આ સમાજ દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યો છે. ત્યારે નવરાત્રિમાં મહેર જ્ઞાતિની સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવે છ.

વીઓ : પોરબંદરમાં મોટી સંખ્યામાં મહેર સમાજ વસવાટ કરે છે. આ જ્ઞાતિનો પરંપરાગત પહેરવેશ અને ભાઇઓનો મહેર મણિયારો અને બહેનોના રાસડા જગ વિખ્યાત છે ત્યારે નવરાત્રિમાં આ મહેર જ્ઞાતિની સંસ્કૃતિના દર્શન થયા હતા.

મહેર સમાજક્ષત્રિય જાતી છે કે જેમણે પોતાના વતન માટે યુદ્ધ કર્યું હતું અને જીત હાસલ કરી હતી ત્યારે બુંગીયોઢોલ વગાડવા માં આવ્યો હતો ત્યારથી વિજયોત્સવ મનાવામાં માં આવે છે આ મણિયારો રાસ જન્માષ્ટમી .હોળી અનેનવરાત્રી માં પરમ્પરાગત પોષક પેહરી ને રમવા માં આવે છે.ત્યારે પોરબંદર માં દર વરસે મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વરા રાસ ગરબાનું આયોજન કરવા માં આવે છે. જેમાં ૫ માં નોરતે મહેર સમાજ ના ભાઈઓ બનેનો દ્વરા પરમ્પરાગત પોષાક પહેરી ને રા ગરબા ની રમઝટ બોલાવે છે.આ ઉપરાંત મહેર જ્ઞાતિ ની મહિલા ઓ પોતાના શરીરે 20- 20  તોલા સોના ના દાગીના પહેરી ગરબે ઘૂમે છે.
 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.