સુઈગામ તાલુકાના ગામડે ગામડે PMAYના લાભાર્થીઓ પાસેથી દર હપ્તે ૫ થી ૧૦ હજાર પડાવાય છે... - At This Time

સુઈગામ તાલુકાના ગામડે ગામડે PMAYના લાભાર્થીઓ પાસેથી દર હપ્તે ૫ થી ૧૦ હજાર પડાવાય છે…


સરહદી સુઇગામ તાલુકા પંચાયત જાણે ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ હોય તેમ સરકારની કોઈ પણ યોજનામાં જવાબદાર કર્મચારીઓ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે,એમાંય સુઇગામ ખાતે જ્યારથી TDO ભાટિયા આવ્યા ત્યારથી તાલુકા પંચાયતની તમામ શાખાના કર્મચારીઓને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ ખુલ્લેઆમ લૂંટણબાજી ચલાવી રહ્યા છે,તાલુકાના તમામ ગામોમાં વિકાસ કામોમાં મોટી ગેરરીતિ આચરાઈ રહી છે, ત્યાં પ્રધાનમંત્રી આવાસ યોજના PMAYમાં મકાનો જેમને મંજુર થયાં છે,તે લાભાર્થીઓ પાસેથી દર હપ્તે 5 થી 10 હજાર પડાવાય છે,અને એ માટે દરેક ગામમાં વચેટીયાઓના માધ્યમથી તાલુકાના PMAYના જવાબદાર કર્મચારીઓ ઘરોબો કેળવી જરૂરિયાત મંદ લાભાર્થીઓ પાસેથી ખુલ્લેઆમ પૈસા પડાવી રહ્યા છે,એમાં નવાપુરા ગામમાં કેટલાક લાભાર્થીઓએ અગાઉ સરદાર આવાસ,ઇન્દિરા આવાસ,તેમજ આંબેડકર આવાસ યોજનાનો લાભ લીધેલ હોવા છતાં PMAY આવાસ યોજનાનો લાભ લીધેલ હોવાનું જાણવા મળે છે,તાલુકાના અન્ય કેટલાક ગામોમાં પણ આ રીતે અગાઉ અન્ય આવાસ યોજનાઓ નો લાભ લીધેલ હોવા છતાં PMAY આવાસ યોજનાઓ બીજી ત્રીજી વાર લાભ લીધેલા લાભાર્થીઓ છે,આ બાબતની જવાબદાર PMAY શાખાના કર્મચારીઓ ને જાણ હોવા છતાં કટકીના કમાલથી ચૂપ છે, વળી કેટલાક લાભાર્થીઓએ મકાનો નું કામ ચાલુ કર્યું નથી,અથવા અધૂરું મકાન હોવા છતાં હપ્તામાંથી કટકી મળતી હોઈ PMAYના ટેક્નિકલ એન્જીનીયર અને ગ્રામસેવકો દ્વારા હપ્તા મંજુર કરાવી દીધા છે,કેટલીક જગ્યાએ તો જુના મકાનો બતાવી મકાનોના પૈસા ઘર ભેગા કરી દીધા હોય તેવા પણ અરજદારો છે, આ માટે TDOને અમુક મકાનોની સ્થળ તપાસ કરવી પડે તેમ છતાં કોંટકટરો અને સરપંચો પાસેથી મોટી ટકાવારી મળતી હોવાના કારણે TDO સાહેબ પાસે PMAY ના કામોની સ્થળ તપાસ કરવા માટેનો સમય મળતો નથી,તત્કાલીન TDO કાજલબેન આંબલિયા બાદ નવા આવેલા TDO ભાટિયા એક ઠરેલ પ્રકૃતિના જણાય છે,પણ એમને માત્ર બિલો કાઢવામાં રસ છે, વિકાસના જે કામો થાય છે,ત્યાં સ્થળ તપાસ કરવાની જરૂરિયાત નથી.કેમકે તેમની નીચેના જે તે શાખાના કર્મચારીઓ જે કામ કરી રહ્યા છે,એ સારું અને સાચું જ કરી રહ્યા છે,એવો આંધળો વિશ્વાસ કરતા હોઈ કર્મચારી મનમૂકીને સરકારી યોજનાઓ માંથી કટકી મેળવી ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, તાલુકાના કર્મચારીઓને છે કોઈ પૂછનાર?? કે કોઈની બીક રાખવી પડે, સુઇગામ તાલુકો જાણે ભ્રષ્ટાચાર નો પર્યાય બની ગયું હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે છેલ્લા 5 વર્ષમાં PMAY યોજના અંતર્ગત બનેલા આવાસ યોજનાઓ ના લાભાર્થીઓ એ અગાઉ કઈ યોજનાઓ નો લાભ લીધો છે કે કેમ તેની તપાસ કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે,અને સાચા અને જરૂરિયાત મંદ લાભાર્થીઓને આ યોજના અંતર્ગત સત્વરે લાભ મળે તે માટે સાચું સર્વે કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.

અહેવાલ-:
જીતેન્દ્રસિંહ ઝાલા-સુઈગામ
-૯૯૨૫૯૨૩૮૬૨


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon