રાજકોટના ચામુંડાનગરમાં જુના ઝઘડાનો ખાર રાખી પિતા-પુત્ર સહિત ત્રણ પર હુમલો:બે વાહનમાં તોડફોડ - At This Time

રાજકોટના ચામુંડાનગરમાં જુના ઝઘડાનો ખાર રાખી પિતા-પુત્ર સહિત ત્રણ પર હુમલો:બે વાહનમાં તોડફોડ


રાજકોટના માયાણી ચોક નજીક ચામુંડા નગરમાં રહેતા હરીભાઇ સવાભાઇ મકવાણા(ઉ.વ.65)એ બચ્ચન,કમલેશ વોરા,અંકિત ઉર્ફે ભુરો વોરા અને રવિ સાગઠિયાનું નામ આપતા તેઓની સામે તોડફોડ અને મારામારીની કલમ હેઠળ માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી.
હરિભાઈએ જણાવ્યું હતું કે,હું મારા પરિવાર સાથે રહું છું મારી મોટી દીકરી મીતાબેન જે શાપર વેરાવળ સાસરે છે તેનાથી નાની લીલાબેન જે ધાગ્રધા તેનાથી નાનો દીકરો સુરેશભાઇ તથા તેના પત્ની સુમીત્રાબેન તથા તેના બે દીકરા છે અને સૌથી નાનો દીકરો મહેશભાઇ તથા તેના પત્ની ગંગાબેન તથા તેની એક દીકરી એમ અમો સાથે રહીએ છીએ અને પગ લુછણીયા વેચવાનું કામ કરું છું.ગઇ તા.09/10ના રોજ રાત્રીના ધારેશ્વર પ્રોવીઝન સ્ટોરની ઉપર રહેતા ભાડુઆત બહેન જેનું નામ મને ખબર નથી.તેઓએ અમારા ઘર પાસે આવીને જણાવેલ કે,તમારા ત્યાં પહેલા રહેતો હતો તે ભાણો જયેશ સાથે બે વ્યકિતઓ રોડ પર ઝઘડો કરે છે તેમ વાત કરતા મારા પત્ની ગલાલબેન તથા મારો દીકરો મહેશ ત્યાં ગયા હતા.
ત્યાં જયેશને ઘરે લઇને આવેલ અને મારા દીકરા મહેશએ મને જણાવેલ કે,જયેશને બચ્ચન તથા અંકીત ઉર્ફે ભુરો વોરા માર મારતા હતા અને તેને મારમાંથી છોડાવી ઘરે લઇને આવ્યા છીએ.થોડીવારમાં કમલેશ વોરા તથા અંકીત ઉર્ફે ભુરો વોરા તથા બચ્ચન તથા રવી સાગઠીયા અમારા ઘર પાસે આવી ગાળો આપવા લાગ્યા હતા અને જેમા કમલેશ હાથમાં પાઇપ લઇને,બચ્ચનના હાથમાં લોખંડની પટ્ટી લઇને અને અંકીત ઉર્ફે ભુરો તથા રવી પણ ઘરમાં આવી ગાળો આપવા લાગ્યા હતા અને કમલેશ વોરા પાઇપ મારા ભાણા જયેશને તથા મારા મોટા દીકરા સુરેશને પગમાં માર્યો હતો.
બાદમાં આ કમલેશના હાથમાં રહેલ પાઇપ પકડી લીધો હતો અને બચ્ચને તેના હાથ માં રહેલ લોખંડની પટ્ટી મને માથામાં ઝીંકી બાદ આ લોકોએ ઘરમાં આવીને મારા બંન્ને દીકરા તથા ભાણાને શરીરે ઢીકા પાટાનો મુઢ મારમારી રીક્ષા અને બાઇકમાં તોડફોડ કરી નુકશાન થયું છે.ઘવાયેલા પિતા પુત્રને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારે સામાપક્ષે રવિ ખુશાલભાઈ સાગઠિયા(ઉ.વ.35),અંકિત કાનજીભાઈ વોરા(ઉ.વ.20) અને કમલેશ કાનજી(ઉ.વ.24) સહિતનાને મહેશ,સુરેશ અને અજાણ્યા શખ્સોએ છરી અને ધોકા વડે ઇજા કરતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.