મધુસૂદન ડેરી દ્વારા પશુપાલકોને લમ્પી વાઈરસની વેક્સિંગ નિ:શુલ્ક વિતરણ કરવામાં આવતા પશુપાલકોમાં રાહત - At This Time

મધુસૂદન ડેરી દ્વારા પશુપાલકોને લમ્પી વાઈરસની વેક્સિંગ નિ:શુલ્ક વિતરણ કરવામાં આવતા પશુપાલકોમાં રાહત


લમ્પી વાઈરસથી પશુધન બચાવવા ફ્રી વેક્સિન:

બોટાદ મધુસુદન ડેરી પશુપાલકોની વાહરે આવી છે. જિલ્લામાં પશુઓમા લમ્પી વાઇરસના લક્ષણો જોવા મળ્યા છે. ત્યારે જિલ્લા દુધ ઉત્પાદન સંધની મધુસુદન ડેરી દ્વારા પશુપાલકોને લમ્પી વાઇરસની વેક્સિન નિ:શુલ્ક વિતરણ કરવામાં આવતા પશુપાલકોમાં રાહત થઈ છે અને મધુસુદન ડેરીની આ સરાહનીય કામગીરીને પશુપાલકો બિરદાવી રહ્યા છે.

રાજયમાં પશુઓમાં લમ્પી વાઇરસ ફેલાયો છે, જેના કારણે અનેક પશુઓના મોત પણ નિપજ્યા છે અને પશુપાલકોમા ચિંતા ફેલાઈ છે, ત્યારે બોટાદ જિલ્લામાં પણ પશુઓમા લમ્પી વાઇરસ ના લક્ષણો દેખાયા છે. જિલ્લામાં હાલ બોટાદ અને ગઢડા તાલુકામાં 30 જેટલા પશુઓમા લમ્પી વાઇરસના લક્ષણો દેખાતા પશુપાલકોમાં ચિંતા વ્યાપી છે. લમ્પી વાઇરસ ઝડપથી પશુઓમાં ફેલાતો વાઈરસ છે. બોટાદ જિલ્લા પશુપાલન વિભાગ પાસે લમ્પી વાઇરસની વેકસીન ઉપલબ્ધ ન હોવાને કારણે પશુપાલકોને પોતાના પશુઓની સારવાર ખાનગી ડોકટરો પાસે મોંઘી ફી આપી સારવાર કરાવવી પડી રહી છે. જે બાબતે જિલ્લા ડેરી દુધ । ઉત્પાદન સંધના મધુસુદન ડેરીને ધ્યાનમાં આવતા મધુસુદન દ્વારા લમ્પી વાઇરસની વેક્સિનની ડાયરેક્ટ ખરીદી કરવામાં આવી છે અને જિલ્લાના પશુપાલકોને આ વેકસિન નિ :શુક્લ વિતરણ કરવામાં આવી રહી છે. જેથી પશુપાલકોને મોટી રાહત થઈ છે અને હવે લમ્પી વાઇરસથી પશુઓને બચાવી શકાશે જેથી જિલ્લાના પશુપાલકો મધુસુદન ડેરીની આ કામગીરીને બિરદાવી રહ્યા છે.

Report, Nikunj chauhan botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.