રાજકોટમાં વૈભવી બંગલામાં થયેલી હત્યાની કોશિશ અને લૂંટની તપાસમાં લાગી બ્રેક, 5 દિવસ પૂર્ણ છતાં ગુનો અનડિટેકટ - At This Time

રાજકોટમાં વૈભવી બંગલામાં થયેલી હત્યાની કોશિશ અને લૂંટની તપાસમાં લાગી બ્રેક, 5 દિવસ પૂર્ણ છતાં ગુનો અનડિટેકટ


રાજકોટ શહેરમાં 5 દિવસ પૂર્વે ધોળા દિવસે શહેરના પોશ વિસ્તાર સમા નિર્મલા કોન્વેન્ટ રોડ પર આવેલ પારસ સોસાયટીમાં વૈભવી બંગલામાં ઘુસી મહિલા પર હથોડી વડે હુમલો કરી હત્યાની કોશિશ અને લૂંટ કરનાર આરોપી હજુ સુધી પોલીસની પકડથી દૂર છે. આ ઘટના રાજકોટ પોલીસની કામગીરી પર કાળી ટીલી લગાડી અનેક સવાલો ઉભા કરી દીધા છે. મહિલાને માથામાં હથોડી ફ્ટકારી, 65 હજારની બંગડી લૂંટી નાસી છુટેલા લુંટારાને ઝડપી લેવા આકાશ પાતાળ એક કરતી પોલીસ હવે ચૂંટણીને લીધે નેતાઓના બંદોબસ્તમાં વ્યસ્ત થઇ જતા તપાસમાં બ્રેક લાગી ગઈ છે. આ ઘટનામાં તીસરી આંખ એવા CCTV અને બાતમીદારોનું નેટવર્ક પણ આ કિસ્સામાં કાચું પડી રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.