આઝાદીના ૭૫ વર્ષ બાદ નેત્રંગ તાલુકાના આંજોલી ગામના પટેલ ફળિયામાં રસ્તો નહિ બનતા વિધાનસભાની ચૂંટણી ટાળે જ ગ્રામજનોએ મામલતદાર કચેરીએ રજૂઆત કરી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. - At This Time

આઝાદીના ૭૫ વર્ષ બાદ નેત્રંગ તાલુકાના આંજોલી ગામના પટેલ ફળિયામાં રસ્તો નહિ બનતા વિધાનસભાની ચૂંટણી ટાળે જ ગ્રામજનોએ મામલતદાર કચેરીએ રજૂઆત કરી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.


આઝાદીના ૭૫ વર્ષ બાદ નેત્રંગ તાલુકાના આંજોલી ગામના પટેલ ફળિયામાં રસ્તો નહિ બનતા વિધાનસભાની ચૂંટણી ટાળે જ ગ્રામજનોએ મામલતદાર કચેરીએ રજૂઆત કરી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

કેન્દ્ર સરકાર આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે નેત્રંગ તાલુકાના અંતરિયાળ ગામોમાં વિકાસ થયો નથી તેવી બુમો ઉઠવા પામી છે ત્યારે નેત્રંગ તાલુકામાં આવેલ આંજોલી ગામના ૨ હજારથી વધુ વસ્તી ધરાવે છે આ ગામના પટેલ ફળિયામાં ૭૦૦થી ૮૦૦ જેટલા લોકોની વસ્તી છે આ પટેલ ફળિયાના લોકોએ આજરોજ મામલતદાર કચેરી ખાતે એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ૭૫ વર્ષથી વધુ સમયથી પાકો રસ્તો બન્યો નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે આ માર્ગની માંગ સાથે માર્ગ અને મકાન વિભાગમાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં આજદિન સુધી ડામર રોડ નહિ બનાવવામાં આવતા લોકોએ રોષ વ્યક્ત કર્યો છે અને સમારકામ માટે રીકાર્પેટ અંગેની મંજુરી ૧ વર્ષથી પહેલા થઇ છતાં પણ નહી બનાવવામાં આવતા ગ્રામજનોએ વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon