રાજુલા ના બાબરીયાધારમાં પ્રેમીએ પ્રેમિકાને માથામાં કુહાડી ઝીંકી હત્યા કરી લાશ કુવામાં ફેંકી દીધી
રાજુલા ના બાબરીયાધારમાં પ્રેમીએ પ્રેમિકાને માથામાં કુહાડી ઝીંકી હત્યા કરી લાશ કુવામાં ફેંકી દીધી
• પત્ની અને પ્રેમિકા સાથે રહેતી હતી પરંતુ બંને વચ્ચે ઝઘડો થતો હોય અઢી માસ પહેલા પ્રેમિકાને પતાવી દીધી
રાજુલાની એક યુવતીને બાબરીયાધારના યુવક સાથે પ્રેમસંબંધ હોય તેની સાથે રહેતી હતી. પરંતુ યુવકની પત્ની સાથે ઝઘડો થતા પ્રેમીએ તેને અઢી માસ પહેલા માથામા કુહાડી ઝીંકી લાશ કુવામા ફેંકી દીધી હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે હત્યાની આ ઘટના રાજુલા તાલુકાના બાબરીયાધારની સીમમા જોલાપરી નદીના કાંઠે બની હતી. જયાં સોનલબેન મગનભાઇ સોલંકી (ઉ.વ.35) નામની મહિલાની તેના જ પ્રેમીએ હત્યા કરી હતી. સોનલના અગાઉ લગ્ન થયેલા હતા અને હાલ રીસામણે હતી. ત્યારે તેને બાબરીયાધારના ભાવેશ રૂખડ પરમાર નામના પરિણિત યુવક સાથે પ્રેમસંબંધ થયો હતો.
જેથી સોનલ માતા પિતાને છોડી ત્રણ વર્ષથી ભાવેશ સાથે રહેવા જતી રહી હતી. અગાઉ ત્રણેય હિંડોરણા રહેતા હતા અને હાલમા બાબરીયાધાર રહેતા હતા.અઢી માસથી સોનલ ગુમ થઇ હતી. તેનો પ્રેમી ભાવેશ તે હિંડોરણા ગયા બાદ પાછી આવી નથી તેવો જવાબ આપતો હોય સોનલની માતા સવિતાબેન સોલંકીએ રાજુલા પોલીસને જાણ કરી હતી. લાંબી તપાસ અને કુનેહપુર્વકની પુછપરછથી ભાવેશે પોલીસ સમક્ષ પ્રેમીકા સોનલની હત્યા કર્યાની કબુલાત આપી હતી. પત્ની અને પ્રેમીકા વચ્ચે ઝઘડો થતો હોય પ્રેમીકાની હત્યા કરવાનુ નક્કી કરી તે કુવા કાંઠે લઇ ગયો હતો અને માથામા કુહાડીનો ઘા ઝીંકી હત્યા કરી લાશને કુવામા ફેંકી દીધી હતી. અવાવરૂ કુવો હોય અત્યાર સુધી કોઇને જાણ થઇ ન હતી. મૃતક સોનલબેનની હત્યા કર્યા બાદ તેના પ્રેમી ભાવેશ પરમારે કપડા ઉતારી લઇ સળગાવી દીધા હતા. અને લાશને અવાવરૂ કુવામા નાખ્યા બાદ ઉપર ઝાડી ઝાખરા પણ નાખી દીધા હતા. મૃતક સોનલના લગ્ન પંદર વર્ષ પહેલા કિશન રવજી ચુડાસમા સાથે થયા હતા. અને દસેક વર્ષ ઘર સંસાર ચાલતા એક દીકરો અને બે દીકરીના જન્મ થયા હતા. વિખવાદ થતા બે દીકરીને લઇ તે માવતરે આવતી રહી હતી મળેલ પોલીસે તમામ અવશેષો ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ખસેડવામાં આવેલ છે
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.