માળીયા હાટીનાનું ગૌરવ વધારતું પટેલ સમાજની નાની દીકરી - At This Time

માળીયા હાટીનાનું ગૌરવ વધારતું પટેલ સમાજની નાની દીકરી


માળીયા હાટીના તાલુકાના તર્સિંગડા ગામના જગદીશભાઈ બી. કાસુંન્દ્રાના પુત્ર વિજયભાઈ તે હાલ અવાણીયા હાઈસ્કૂલમાં ફરજ બજાવે છે અને વિજયભાઇના ધર્મપત્ની હેતલબેન માળીયા હાટીના તાલુકા કુમાર પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે તેમની દીકરી પૃષ્ટિ વિજયભાઇ કાસુંન્દ્રા ખુબજ નાની ઉંમરે તારીખ 11-9-22 સોમવારે કોન્વેન્ટ સ્કૂલ જૂનાગઢ ખાતે યોજાયેલ કલા મહાકુંભ જિલ્લા કક્ષા માં 6 થી 14 વર્ષ માં લોકગીત સ્પર્ધા માં પૃષ્ટિ વિજય કુમાર કાસુંન્દ્રા નો પ્રથમ નંબર મેળવતા સમગ્ર માળીયા હાટીના તાલુકાનું ગૌરવ વધારેલ છે તેથી સગા સબંધી, રાજકીય, સામાજીક સંસ્થાના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે

પૃષ્ટિ વિજય કુમાર કાસુંન્દ્રા હવે આગળ પ્રદેશ કક્ષા એ જવાની છે તૈયારી કરી રહી છે. પૃષ્ટિ હાલ કુમાર તાલુકા પ્રાથમિક શાળા માં અભ્યાસ કરે છે ખરેખર પોતાના માતા પિતા સરકારી શાળામાં નોકરી કરેછે અને પોતાની પુત્રીને સરકારી સ્કૂલમાં અભ્યાસ કરાવે છે તે એક ઉત્તમ ઉદાહરણ જાહેર જનતા માટે મહત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું છે

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.