NBCCના પૂર્વ વડા DK મિત્તલના ઘરે આવકવેરા વિભાગના દરોડા - At This Time

NBCCના પૂર્વ વડા DK મિત્તલના ઘરે આવકવેરા વિભાગના દરોડા


- દરોડામાં જપ્ત કરાયેલી રોકડ ગણવા બે મશીન મંગાવવા પડયા - અધિકારી સામે મોટા ભ્રષ્ટાચારનો આરોપ, અત્યાર સુધીમાં લગભગ રોકડા રૂ. 2 કરોડની વસૂલાત કરાઇ નવી દિલ્હી : આવકવેરા વિભાગે નોઈડામાં એનબીસીસીના ભૂતપૂર્વ સીજીએમ ડી.કે. મિત્તલના ઘરે દરોડા પાડયા છે. આવકવેરા વિભાગને દરોડાની કાર્યવાહીમાં નોંધપાત્ર રોકડ, દાગીના અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. નોઈડાના સેક્ટર ૧૯ સ્થિત અધિકારીના ઘરેથી એટલી રોકડ મળી આવી છે કે નોટ ગણવાની ૨ મશીનો મંગાવવાની ફરજ પડી છે.અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં લગભગ રોકડા ૨ કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. ડીકે મિત્તલના ઘરેથી જંગી જથ્થામાં દાગીના પણ મળી આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના ઘરેથી મળી આવેલી રકમ અને ઘરેણાંની વિગતો પૂર્વ સીજીએમ આવકવેરા અધિકારીઓને રજૂ કરી શક્યા નથી.દરોડા દરમિયાન આવકવેરા ટીમને ભૂતપૂર્વ એનબીસીસીના સીજીએમ પાસેથી ઘણા દસ્તાવેજો પણ મળ્યા છે, જેના વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે.તપાસ એજન્સી સીબીઆઇ પ એનબીસીસીના ભૂતપૂર્વ સીજીએમ ડી.કે. મિત્તલ વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસની તપાસ કરી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.