નખત્રાણા પંથકમાં કપાસનો પાક વૃધ્ધિ પામે તે પહેલા સડી ગયો - At This Time

નખત્રાણા પંથકમાં કપાસનો પાક વૃધ્ધિ પામે તે પહેલા સડી ગયો


 આણંદપર(યક્ષ)તા.૨૦આ વર્ષે કચ્છમાં અન્ય જિલ્લાઓની તુલનાએ પુષ્કળ વરસાદ થયો છે. પરિણામે ખેડૂતો અને માલાધારીઓમાં ખુશી છે તો બીજીતરફ નખત્રાણા તાલુકામાં સતત અતિશય વરસાદ પડવાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહેતા કપાસનો પાક ઉગી નીકળે તે પહેલા જ સડી ગયો છે. એરંડાને પણ નુકશાન થયાની ખેડૂતોની ફરિયાદ છે.૫શ્વિમ કચ્છના નખત્રાણા પંથકમાં  અતિશય વરસાદ થવાને કારણે કપાસ અને એરંડાના પાકને નુકશાન થયુ છે. જે ખેડૂતોએ સમયસર વહેલા કપાસનું વાવેતર કર્યુ હતુ તેવા ખેડૂતોને ફાયદો થયો છે જયારે પાછોતરો  વાવેતર કરનારા ખેડૂતોને નુકશાની વેઠવી પડી રહી છે.  ખેતરોમાં સતત પાણી ભરાવાના કારણે કપાસનો પાક વૃધિૃધ પામે તે પહેલા જ સડી ગયો છે. પરિણામે, ખેડૂતોની મહેનત એળે ગઈ છે અને નુકશાની સહન કરવાનો વખત આવ્યો છે.  ખેડૂતોના જણાવ્યા પ્રમાણે એકરે પાંચાથી છ હજાર જેટલું નુકસાન થયું છે.જેમાં પાયાનું ખાતર, વાવેતર ખર્ચ, કપાસને ઉગાડવા માટે ત્રણ પાણી આપવા,કપાસમાં રોનક આવે એ માટે યુરિયા ખાતર નાખવું,ખડ ના ઉગે એ માટે ખડ મારવાની દવા, તેમજ ખેડુતની મજુરી સહિતનો ખર્ચ એળે ગયો છે.  કપાસની માફક એરંડાના પાકને પણ નુકશાન પહોંચ્યુ છે. અતિશય વરસાદ પડવાના કારણે એરંડા પણ સડી ગયા છે. પરિણામે બીજી વખત એરંડાનું વાવેતર કરવુ પડે એવી નોબત આવી છે.  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.