લખપતમાં પાંચ જ ઈંચ વરસાદમાં મોટાભાગના માર્ગો-પાપડી ધોવાયા - At This Time

લખપતમાં પાંચ જ ઈંચ વરસાદમાં મોટાભાગના માર્ગો-પાપડી ધોવાયા


ભુજ,બુાધવારકચ્છમાં અતિભારે વરસાદની આગાહીના પગલે જિલ્લાના છેવાડાના લખપત તાલુકામાં અંદાજિત પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબકતા તાલુકાના મહત્વના માર્ગોનું ધોવાણ થઈ ગયંુ છે. તળાવ, ડેમ, ઓવરફ્લો થતાં પાણી માર્ગો પર ફરી વળ્યા છે. મોટાભાગની નદીઓ બે કાંઠે વહેતા લગભગ પાપડીઓનું ધોવાણ થઈ ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દર ચોમાસામાં પાપડીના ધોવાણના પગલે ઘણાં ગામો સંપર્ક વિહોણા થઈ જતા હોઈ ભૂતકાળમાં ભાજપના  જ આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે લખપતને પાપડી મુક્ત કરી અને પુલ બનાવવાની વાતો કરાઈ હતી. પરંતુ તાલુકામાં સમખાવા પુરતો પાપડી બદલીને એકાદ પુલ પણ ન બનતા ચાલુ ચોમાસે સારા વરસાદના પગલે પાપડીઓનું ધોવાણ થતાં ઘણા ગામો સંપર્ક વિહોણા બન્યા છે.લખપત તાલુકામાં સતત ધીમી ધારે વરસાદ ચાલુ રહેતા આ વિસ્તારમાં અંદાજિત પાંચ ઈંચ જેટલો વરસાદ ચાલુ રહેતા તાલુકાના મુખ્યમાથક દયાપરમાં પાપડીના કારણે નારાયણ સરોવર વરસાદમાં હાઈવે બંધ થઈ જાય છે. આ પાપડીની જગ્યાએ પુલ બનાવવાની સૃથાનિકોની વર્ષો જુની માંગણી છે તે સત્વરે પુરી થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. હાલમાં સિણાપરની બાજુમાં આવેલા પુલીયાનું પણ ધોવાણ થઈ જતા લખપતાથી નારાયણ સરોવર હાઈવે બંધ થઈ ગયા છે. સૃથાનિકોના કહેવા મુજબ પાંચ વર્ષાથી મુડીયા નદીનું પુલીયુ મંજુર કરવામાં આવ્યું હોવા છતાં યેનકેન પ્રકારે પુલિયાના નિર્માણનું કામ હાથ નાથી ધરાતું કે પ્રજાના મતોથી ચુંટાયેલા પદાિધકારીઓને પણ જાણે મત લેવામાં જ રસ  હોય એમ માત્ર ચુંટણી સમયે દેખાય છે. ચુંટાયા પછી પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે કોઈ તસ્દી ન લેવાતી હોવાની નારાજગી લોકો દર્શાવી રહ્યા છે. હાલમાં ખાબકેલા વરસાદના કારણે મુડીયા ગામની નદી બે કાંઠે વહેતા મુડીયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. નદીના બે કાંઠે લોકો બે બાજુ ફસાઈ ગયા છે. ગુહર પાસે આવેલા પુલીયાનું ધોવાણના કારણે રોડ રસ્તા બંધ થઈ ગયા છે. નારાયણ સરોવરાથી પીપરને જોડતો માર્ગ બંધ થયો એ જ રીતે નલિયાથી નારાયણ સરોવર વાયા બરંદા હાઈવે વરસાદમાં રસ્તાનું ધોવાણ થતા બંધ થયો છે. ધોવાણના આ તાલુકામાં અંદાજિત પાંચ ઈંચ જેટલું આકાશી પાણી વરસતા પશુપાલકોને પોતાના પશુાધનનો નિભાવમાં મુશ્કેલી ઉભી થઈ છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા પશુઓ ચરિયાણ પણ નાથી કરી રહ્યા. જિલ્લામાં સૌથી વધુ વરસાદ લખપતમાં થતા મોટાભાગના માર્ગોનંુ ધોવાણ થયુ ંછે. નદી નાળા છલકાતા પાપડીમાં પાણી ભરાતા અનેક ગામડા સંપર્ક વિહોણા બન્યા છે. ચોમાસાના પ્રારંભાથી જ વધુ વરસાદના કારણે પુલ ઉપર પાણી ફરી વળતા પુલનું ધોવાણ થયું છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.