રાજદિપ સોસાયટીમાં ફીનાઇલ પી લેનાર યુવતીએ સારવારમાં દમ તોડયો - At This Time

રાજદિપ સોસાયટીમાં ફીનાઇલ પી લેનાર યુવતીએ સારવારમાં દમ તોડયો


રામાપીર ચોકડી પાસે રાજદિપ સોસાયટીમાં રહેતી પ્રિયંકા વારા નામની યુવતીએ ચાર દિવસ પહેલા ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં તેને દમ તોડતા પરીવારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.બનાવની વધુ વિગત અનુસાર, પ્રિયંકા લખુભાઇ વારા (આહિર) (ઉ.વ.18) ચાર દિવસ પહેલા ઘરે હતી ત્યારે ફિનાઇલ ગટગટાવી લીધું હતું. જેને સારવારમાં અત્રેની સીવીલે ખસેડાઇ હતી. પરંતુ સારવાર કારગત ન નીવડતા તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો. અને કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડી આપઘાતનું કારણ જાણવા પરીવારની પુછપરછ હાથ ધરી હતી.વધુમાં મૃતકના પિતા મજુરી કામ કરે છે અને ભાઇ બહેનમાં મોટી હતી. જેના મોતથી પરીવારમાં શોક છવાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.