સંકલ્પ સપ્તાહ'ની ઉજવણી અંતર્ગત રાપર તાલુકામાં હેલ્થ મેળાનું આયોજન કરાયું - At This Time

સંકલ્પ સપ્તાહ’ની ઉજવણી અંતર્ગત રાપર તાલુકામાં હેલ્થ મેળાનું આયોજન કરાયું


કચ્છના રાપર તાલુકામાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.મોતીલાલ રાયના માર્ગદર્શન હેઠળ સંકલ્પ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આરોગ્ય સુવિધાઓ જન જન સુધી પહોંચે તે માટે 'સંપૂર્ણ સ્વાસ્થ્ય-એક સંકલ્પ' એ થીમ અંતર્ગત વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
રાપર તાલુકાના ૬૫ હેલ્થ એન્ડ વેલનેસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે હેલ્થ મેળાનું આયોજન કરવામા આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, રાપર તાલુકાની પસંદગી એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવી છે. જે અન્વયે આરોગ્યલક્ષી સુવિધાઓ લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ હેલ્થ મેળાઓમાં સગર્ભા માતાઓની તપાસ, બાળકોનું રસીકરણ, બિન ચેપી રોગોની તપાસ, હિમોગ્લોબિનની તપાસ, ટી. બી.ના શંકાસ્પદ દર્દીની તપાસ તેમજ ટી.બી. રોગ અંગે સમજણ આપવામાં આવી હતી. તાલુકામાં મોટી સંખ્યામાં નાગરિકોએ હેલ્થ મેળામાં ભાગ લીધો હતો તેમ તાલુકા વિકાસ અધિકારીશ્રી રાપર દ્વારા જણાવાયું છે.
ગૌતમ પરમાર


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.