વિરપુર તાલુકાના ગુંદીના મુવાડાથી દાંતલા જોડતો મુખ્ય માર્ગ પાંચ વર્ષથી ભંગાર હાલતમાં,રોડનું કામ મંજૂરી પછીયે શરૂ કરાતું નથી….
રસ્તાની કામગીરી માટે બે વાર એજન્સી પણ બદલાઈ ગઈ પણ રસ્તાના કોઈ ઠેકાણા નથી...
મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ગુંદીના મુવાડાથી દાંતલાને જોડતો 5 કિમીનો રોડ છેલ્લા પાંચ વર્ષથી ખખડધજ હાલતમાં હોવા છતાં રાજકીય ઇચ્છાશક્તિના અભાવે આ રોડનું મંજૂર થયેલું કામ ટલ્લે ચડાવાઇ રહ્યું છે પરિણામે આ રોડ પરનાં પાંચથી વધુ ગામોના લોકો હાલાકીનો ભોગ બની રહ્યા છે ગુંદીના મુવાડાથી દાંતલાને જોડતો આ ટૂંકો રોડ હોવાથી વાહનોનો ધસારો રહે છે જેના કારણે ગુંદીના મુવાડાથી દાંતલા ગામ સુધીનો રોડ છેલ્લા પાંચ વર્ષથી બિસ્માર હાલતમાં છે પરંતુ માર્ગ અને મકાન વિભાગ વર્ષોથી થીંગડાં મારી ચલાવે જાય છે ઉપરાંત આ રસ્તા પર પાંચથી વધુ ગામના લોકોને આ તરફ અવર-જવર માટેનો માત્ર એક જ રસ્તો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ રસ્તો અત્યંત બિસ્માર તેમજ ખરાબ હોય અનેક લોકો સહિત વાહનચાલકોને હાલાકી પડી રહી છે આથી ગુંદીના મુવાડાથી દાંતલા તરફ જતો રસ્તો નવો બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે જ્યારે લોકમુખ થતી ચર્ચા મુજબ આ રસ્તો નવો બનાવવા માટેની બેવાર મંજુરી મળી હોવા છતાં આજદિન સુધી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું નથી જેથી રાહદારીઓ અને સ્થાનિકોમા રોષ જોવા મળ્યો છે ત્યારે આવનાર દિવસોમાં રસ્તાનુ નવીનીકરણ કરવામા આવે તેવી સ્થાનીકોની ઉગ્ર માંગ ઉઠી છે....
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.