રાજકોટ શહેર "રામવન" માં મુલાકાતીઓ માટે રૂ.૧૦ અને ૧૨ વર્ષથી મોટી ઉંમરના મુલાકાતીઓ માટે રૂ.૨૦ પ્રવેશ ફ્રી રહેશે. - At This Time

રાજકોટ શહેર “રામવન” માં મુલાકાતીઓ માટે રૂ.૧૦ અને ૧૨ વર્ષથી મોટી ઉંમરના મુલાકાતીઓ માટે રૂ.૨૦ પ્રવેશ ફ્રી રહેશે.


રાજકોટ શહેર તા.૨૯/૮/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા "રામવન" અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ ગત તા.૧૭/૮/૨૦૨૨ના રોજ રાજ્યના માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. લોકાર્પણ બાદ તા.૨૮/૮/૨૦૨૨ સુધી રામવનમાં નિ:શુલ્ક પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમ્યાન અંદાજે ૨ લાખથી વધુ લોકોએ રામવન ની મુલાકાત લીધી હતી. તા.૨૯/૮/૨૦૨૨ ને સોમવાર અને તા.૩૦/૮/૨૦૨૨ ને મંગળવારના રોજ સફાઈ કામગીરી હાથ ધરવા માટે રામવન અર્બન ફોરેસ્ટ મુલાકાતીઓ માટે બંધ રહેશે, અને હવે તા.૩૧/૮/૨૦૨૨ થી રામવનમાં પ્રવેશ માટે ટિકિટનાં દર રાખવામાં આવેલ છે. જે મુજબ હાલના તબક્કે ૦ થી ૩ વર્ષના બાળકો માટે પ્રવેશ નિઃશુલ્ક રહેશે. જ્યારે ૩ થી ૧૨ વર્ષના મુલાકાતીઓ માટે રૂ.૧૦ અને ૧૨ વર્ષથી મોટી ઉંમરના મુલાકાતીઓ માટે રૂ.૨૦ રાખવામાં આવેલ છે. રામવનની મુલાકાતનો સમય સવારે ૯ થી સાંજના ૬ વાગ્યા સુધીનો રાખવામાં આવેલ છે તેમજ દર અઠવાડિયે સોમવારે રામવન બંધ રહેશે, તેમ મેયર શ્રી ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા, બાગ બગીચા સમિતિ ચેરમેનશ્રી અનિતાબેન ગોસ્વામીએ એક સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.