સાબરકાંઠા જિલ્લાના-: ગાંભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતી મારૂતિ સુઝુકી અલ્ટો ગાડી તથા દારૂ,બીયર વિગેરે મળી કુલ કિં.રૂ.૧,૫૮,૬૪૦/-નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા...... - At This Time

સાબરકાંઠા જિલ્લાના-: ગાંભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતી મારૂતિ સુઝુકી અલ્ટો ગાડી તથા દારૂ,બીયર વિગેરે મળી કુલ કિં.રૂ.૧,૫૮,૬૪૦/-નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા……


સાબરકાંઠામાં-:
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુ.રા.ગાંધીનગરનાઓએ રાજયમાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવી નેસ્તનાબૂદ કરવા તા.૨૩/૧૨/૨૦૨૩ થી તા.૦૧/૦૧/૨૦૨૪ સુધી દિન-૧૦ ની પ્રોહી ડ્રાઇવ રાખેલ હોઇ જે અન્વયે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠાનાઓએ સાબરકાંઠા જીલ્લામાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવી નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે અનિરુદ્ધસિંહ.જી.રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓએ સતત માર્ગદર્શન અને સુચના પુરી પાડેલ જેના ભાગ રૂપે તેઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા એલ.સી.બી.સ્ટાફના એલ.પી.રાણા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ,ચાંપાભાઇ,આસિસ્ટન્ટ પોલીસ હેડ કોન્સ્ટેબલ સનતકુમાર,કમલેશસિંહ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઇ,અમરતભાઇ,ધવલકુમાર,પ્રકાશકુમાર,વિક્રમસિંહ,વિજયકુમાર,અનિરુધ્ધસિંહ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ રમતુજી વિગેરે સ્ટાફના માણસોની ટીમ બનાવેલ.ઉપરોક્ત પ્રોહી ડ્રાઇવ અનુસંધાને ટીમના માણસો આજરોજ તા.૩૦/૧૨/૨૦૨૩ ગાંભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી તથા ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા..

તે દરમ્યાન ચાંદરણી ગામે જતાં આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઇનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની મારૂતી કંપનીની અલ્ટો ગાડી નંબર-GJ.01.KD.3182 માં અજયકુમાર નિદ્રાંસભાઇ ભગોરા તથા વિમલકુમાર શંકરભાઇ ભગોરા બન્ને રહે.નોંખી,તા.હિંમતનગર જી.સાબરકાંઠાનાઓ રાજસ્થાનથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ભીલોડા થઇ નોંખી ગામે આવનાર છે અને તેમાં ભરેલ અડધો પ્રોહી મુદ્દામાલ તેઓના ગામે તથા અડધો પ્રોહી મુદ્દામાલ મોયદ રૂપાજીવાસ તા.પ્રાંતિજના વનરાજસિંહ નવલસિંહ રાઠોડને આપવા જનાર છે.જે બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યા નાખી ગામે જતાં એક અલ્ટો ગાડી નંબર-GJ.01.KD.3182 લઇ બે ઇસમો ઉભા હોય તેઓને નામજોગ બુમો પાડવા છતાં ઉભા રહેલ નહી અને ત્યાંથી ભાગી ગયેલ જેથી સદરી અલ્ટો ગાડીમાં તપાસ કરતાં તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો ભરેલ હોઇ..

જે અલ્ટો ગાડી નંબર-GJ.01.KD.3182 કિ.રૂ.૧,૦૦,000/- તથા ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયર બોટલ તથા ટીન નંગ-૧૯૨ કિ.રૂ.૫૩,૬૪૦/-તથા મોબાઇલ નગ-૧ કિ.રૂ.૫,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૧.૫૮.૬૪૦/-નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી આરોપીઓ ગાંભોઇ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૪૨૩૦૮૩૧/૨૦૨૩ ધી ગુજરાત પ્રોહિ એકટ કલમ.૬૫,એઇ,૮૧,૮૩ મુજબનો પ્રોહી ગણનાપાત્ર કેસ કરવામાં આવેલ છે.પકડવાના બાકી આરોપીઓ વોન્ટેડ જેમાં અજયકુમાર સન ઓફ નિદ્રાંસભાઇ ભગોરા રહે.નોંખી તા.હિંમતનગર,જી.સાબરકાંઠા,વિમલકુમાર શંકરભાઈ ભગોરા રહે.નોંખી,તા.હિંમતનગર,જી.સાબરકાંઠા,વનરાજસિંહ નવલસિંહ રાઠોડ રહે.મોયદ,રૂપાજીવાસ,તા.પ્રાંતિજ,જી.સાબરકાંઠા (પ્રોહી મુદ્દામાલ મંગાવનાર).

આબીદઅલી ભૂરા
સાથે
શાહબુદ્દીન શિરોયા
સાબરકાંઠા......


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.