બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ દ્વારા ખુમજીના મુવાડા એપ્રોચ રસ્તા નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું - At This Time

બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ દ્વારા ખુમજીના મુવાડા એપ્રોચ રસ્તા નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું


બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ દ્વારા ખુમજીના મુવાડા એપ્રોચ રસ્તા નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

પંડિત દિન દયાલ ઉપાધ્યાય જી ની જન્મ જયંતી નિમિત્તે રસ્તાનું ખાત મુહૂર્ત કરવાનો અનેરો આનંદ થયો માનસિહ ચૌહાણ

જનસંઘ ના પૂવૅ અધ્યક્ષ અંત્યોદય અને એકાત્મ માનવ દશૅન ના પ્રણેતા પંડિત દિનદયાલ ઉપાધ્યાય જીની જન્મ જયંતી નિમીતે બાલાસિનોર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ કપડવંજ તાલુકાના પૂર્વ ભાગ ગણાતા ભુતિયા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ખુમજીના મુવાડા ગામે છેલ્લા ઘણા સમયથી રસ્તાની તકલીફ હોય બાલાસિનોર વિધાનસભાના ધારાસભ્ય માનસિહ ચૌહાણની ધારદાર રજૂઆત પગલે રસ્તો મંજુર થયો હતો ત્યારે આજે ખુમજીના મુવાડા ગામે એપ્રોચ રસ્તા નું ખાત મુરત કરવામાં આવ્યું હતું અને રસ્તો વહેલી તકે પૂરો થાય અને ગ્રામજનોને પડતી મુશ્કેલી ઓછી થાય તેવી સૂચનાઓ કોન્ટ્રાક્ટરને આપી હતી આ રસ્તાની લંબાઈ 1350 મીટર છે

આ પ્રસંગે બાલાસિનોર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ તેમજ બક્ષીપંચ મોરચો મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ કાળુસિંહ જે સોલંકી ઉપ-પ્રમુખ છત્રસિંહ કે ચૌહાણ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ખેડા જિલ્લા ભાજપ કારોબારી સદસ્ય બાબુભાઈ પટેલ પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી પ્રભાતસિંહ ગામના આગેવાન ગુલાબસિંહ ઝાલા અને બાલાસિનોર ના ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણના હસ્તે ભાજપનો કેસ ધારણ કરીને ભાજપમાં જોડાયેલા માજી સરપંચ શ્રી અનિલભાઈ ચંદુભાઈ વસાવા અને ગામના વડીલો આગેવાનો ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા અને હર્ષની લાગણી અનુભવી હતી

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.