"જનતા કોંગ્રેસ સાથે નહીં ઉભી રહે તો આખા દેશે ભોગવવુ પડશે" - At This Time

“જનતા કોંગ્રેસ સાથે નહીં ઉભી રહે તો આખા દેશે ભોગવવુ પડશે”


-કોંગ્રેસ હેડક્વાર્ટર અને 10 જનપથને પોલીસ છાવણીમાં ફેરવવું એ અઘોષિત કટોકટી છે નવી દિલ્હી,તા. 3 ઓગસ્ટ 2022, બુધવારનેશનલ હેરાલ્ડ કેસનો મામલો રંગેચંગે ઉંચકાઈ રહ્યો છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે આ મામલે પૂછપરછ કર્યા બાદ આજે કેન્દ્રિય તપાસ એજન્સી EDએ નેશનલ હેરાલ્ડ પેપર સાથે જોડાયેલા એક કથિત મની લોન્ડ્રિંગ કેસમાં ઓફિસ સીલ કરી છે. પ્રવર્તન નિર્દેશાલયે દિલ્હીમાં નેશનલ હેરાલ્ડ હાઉસ સ્થિત યંગ ઇન્ડિયનના કાર્યાલયને સીલ કરી દીધું છે. આ સાથે જ ઇડીએ નિર્દેશ પણ આપ્યો છે કે એજન્સીની પરવાનગી વગર પરિસર ફરી શરૂ કરવામાં ન આવે. આ અધોષિત ઈમરજન્સી છેકોંગ્રેસ હેડક્વાર્ટર અને 10 જનપથને પોલીસ છાવણીમાં ફેરવવું એ અઘોષિત કટોકટી છે તેમ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક ટ્વિટ કરી કહ્યું છે.  કેન્દ્રની મોદી સરકાર પર કેન્દ્રિય એજન્સીઓના દુરૂપયોગ બદલ આક્ષેપ કરતા ગેહલોતે કહ્યું કે નેશનલ હેરાલ્ડ (યંગ ઈન્ડિયન)ની ઓફિસને બળજબરીથી સીલ કરવામાં આવી છે. આ સાથે તેમણે દેશની જનતાને અવાજ ઉઠાવવા માટે કહ્યું કે જો આ સરમુખત્યારશાહી સરકાર સામે લોકો કોંગ્રેસ સાથે નહીં ઉભા થાય તો આખા દેશે ભોગવવું પડશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.