*હિંમતનગર તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યની કાર્યશાળા યોજાઇ* - At This Time

*હિંમતનગર તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યની કાર્યશાળા યોજાઇ*


*હિંમતનગર તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યની કાર્યશાળા યોજાઇ*
હિંમતનગર તાલુકા મા.અને ઉ.મા. શાળા આચાર્ય સંઘ અને સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે આજરોજ તારીખ: 04-07-2023 ને મંગળવારે એ.પી.એમ.સી., હિંમતનગર ખાતે ગુણવત્તા સુધારણા અંગે એક કાર્યશાળા યોજાઇ. આ કાર્યશાળામાં ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓની ગુણવત્તા સુધારણા માટે, વ્યક્તિત્વ વિકાસ માટે, જુદા જુદા વક્તાઓએ પોતાના વિષય અન્વયે દ્રષ્ટાંત રજૂઆત કરી ખુબ સુંદર માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમની શરૂઆત હિંમતનગર તાલુકા આચાર્ય સંઘના પ્રમુખશ્રી એસ.એસ. પટેલે શાબ્દિક સ્વાગત સાથે કાર્યક્રમની રૂપરેખા આપી. નોડલ કન્વીનર ગજેન્દ્રભાઈએ શાળાઓની ગુણવત્તા વધારવા, હિતેશભાઈએ સામાજિક સહભાગીતા, અશ્વિનભાઈ મહેતાએ કાર્યની વહેંચણી, અતુલભાઇએ સમયસારણી તેમજ નરેશભાઈએ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ વિશે ખૂબ સુંદર દ્રષ્ટાંત અને પી.પી.ટી. દ્વારા રજૂઆત કરી. સુરેશભાઈએ માનસિક સ્વાસ્થ્ય અને ટ્રેસ મેનેજમેન્ટ વિશે સુંદર રજૂઆત કરી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી જે.ડી.પટેલે દ્વારા કરવામાં આવ્યું. ત્રીજા સત્રમાં શાળા પરિણામ સુધારવા શ્રી જયંતીભાઈ ચૌધરી સાહેબ ઇ.આઇ. સાબરકાંઠા જિલ્લાએ ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમના અંતે ફીડબેક ફોર્મ મેળવવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લા પૂર્વ પ્રમુખનું ફૂલછડી અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું. હિંમતનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, હિંમતનગરના ચેરમેન શ્રી જેઠાભાઈ પટેલે પણ આ કાર્ય શાળાની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.