અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પારીકની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક. - At This Time

અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પારીકની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક.


અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક.
અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પારીકની અઘ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન, સરકારી લેણાં, કર્મચારીઓને મળતા લાભ, લોક અરજીના નિકાલ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા પણ સૂચન કરાયા.
માનનીય ધારાસભ્યશ્રી પી.સી. બરંડા દ્વારા દરેક લોકો સુધી પૂરતું પાણી પોહચી રહે તે માટે પૂરતા આયોજન કરવા જણાવ્યું અને સરકારની યોજનાઓ લોકો સુધી પોહચે અને પૂરો લાભ મળે તે માટે કામગીરી કરવા જણાવ્યું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેન કેડિયા,નિવાસી અધિક કલેક્ટરશ્રી એન. ડી. પરમાર,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી રાજેશ કુચારા સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.