મહુવાની કળસર હાઇસ્કુલ ખાતે કિશોરીઓને મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓથી માહિતગાર કરાઇ - At This Time

મહુવાની કળસર હાઇસ્કુલ ખાતે કિશોરીઓને મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓથી માહિતગાર કરાઇ


મહુવાની કળસર હાઇસ્કુલ ખાતે કિશોરીઓને મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓથી માહિતગાર કરાઇ

કિશોરીઓની હાજરીમાં જ પુર્ણા શક્તિમાં બનતી વિવિધ વાનગીઓનો લાઈવ રસોઈ શો યોજાયો

મહુવા તાલુકાનાં કળસર ખાતે તા.૨૨/૦૯/૨૦૨૩ કળસર હાઈસ્કૂલની ધોરણ ૧૧ અને ૧૨ માં અભ્યાસ કરતી કિશોરીની હાજરીમાં રાજ્ય સરકારનાં મહિલા અને બાળ વિકાસ વિભાગ આંગણવાડી કેન્દ્રો મારફત મળતી સેવાઓની માહિતી આપવામાં આવી હતી અને કિશોરીઓને ત્રીજા મંગળવારે પુર્ણા શક્તિના ૪ પેકેટ આપવામાં આવે છે તેમાંથી મળતા ન્યુટ્રીશનની માહિતી કિશોરીઓને આપવામાં આવી હતી. કિશોરીઓની હાજરીમાં જ પુર્ણા શક્તિમાં બનતી વિવિધ વાનગીઓનો લાઈવ રસોઈ શો કર્યો હતો અને દરેક વાનગીનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.

આ લાઈવ રસોઈ શો માં મનચુરયમ, ઢોકળા, ઈડલી-સંભાર, પુડલા, શિરો, સુખડી, વડા, હાંડવો, દહીં વડા સહિતની વાનગીઓ બનાવવામાં આવેલ અને મિલેટ્સની વિવિધ વાનગીઓનું નિર્દેશન રાખવામાં આવ્યું હતુ. જેમાં ૩૦૦ થી વધુ કિશોરીઓ અને વાલીઓ આંગણવાડી વર્કરો જોડાયા હતા.

આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર શ્રી શારદાબેન દેસાઈ, પી.ડી.લાઇટનાં મેનેજર શ્રી રાજેશભાઇ પટેલ, શ્રી અશોકભાઈ પટેલ, શ્રી ગોરધનભાઈ, શ્રી વિપુલભાઈ વ્યાસ સી.ડી.પી.ઓ.શ્રી મહુવા, સુપરવાઇઝર, આંગણવાડી વર્કરની હાજરીમાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી.

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.