ગઢડા શહેર ખાતે નગરપાલિકા વોડૅનં ૪ અને નગરપાલિકા નાં જુદા-જુદાં વિસ્તારો માં ભાજપ નાં સાશન માં પ્રી મોન્સુન કામગીરી નાં નામે મીંડું મુકેલ છે - At This Time

ગઢડા શહેર ખાતે નગરપાલિકા વોડૅનં ૪ અને નગરપાલિકા નાં જુદા-જુદાં વિસ્તારો માં ભાજપ નાં સાશન માં પ્રી મોન્સુન કામગીરી નાં નામે મીંડું મુકેલ છે


ગઢડા શહેર ખાતે નગરપાલિકા વોડૅનં ૪ અને નગરપાલિકા નાં જુદા-જુદાં વિસ્તારો માં ભાજપ નાં સાશન માં પ્રી મોન્સુન કામગીરી નાં નામે મીંડું મુકેલ છે

ગઢડા તાલુકા નાં વોડૅનં -૪ અને જુદાં-જુદાં વિસ્તારો ના સ્થાનિકો દ્વારા મૌખિક અને લેખિત રજૂઆતો કરેલ છે. કારણકે, ઠેર - ઠેર ગંદકી જામેલી છે. અને પાણી ભરેલા તેમજ મોટા - મોટા ખાડા ઓ પડી ગયેલા છે જેના લીધે રહીશો અને રાહદારીઓ ને મુશ્કેલી વેઠવી પડે છે. અને જામેલી ગંદકી અને ભરેલા પાણી નાં કારણે મછચર કરડવાથી સ્થાનિકો ને બીમારી ઓનો પણ ભય સતાવે છે. જે કાળજી લઈ અને નગરપાલિકા નાં પૂર્વપ્રમુખ અને વોડૅનં ૪ ના સભ્ય કનુભાઈ જેબલિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણી અને અજયભાઈ ઝાલા દ્વારા નગરપાલિકા ને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. કે વોડૅ નં ૪ અને શેહર માં જુદા -જુદાં વિસ્તારો માં જ્યાં -જયા ગંદકી અને ભરેલા પાણી ની સમસ્યા નું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે અને જો તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા પગલાં લેવામાં નિષ્ફળ જસે તો ઉગ્ર આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારી છે.

રીપોર્ટ: સંજના મકવાણા, ગઢડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.